(એજન્સી) તા.૨૧
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીJNU)ના વિદ્યાર્થીઓ પર લાઠી ચાર્જ કરવા મામલે શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં ભાજપને આડેહાથ લેવાનો પ્રયાસ કર્યો હતો. ‘સામના’માં લખ્યું કે જેએનયુના વિદ્યાર્થીઓના મોર્ચા પર દિલ્હીમાં લાઠીચાર્જની ઘટનાની અમાનવીય છે.
‘સામના’માં મોદી સરકાર માટે દબંગઈ શબ્દનો પ્રયોગ કરતાં લખ્યું છે કે વિદ્યાર્થીઓની માગણી શું હતી અને સરકારે એ માગણીના સંબંધમાં શું કર્યુ? જેએનયુના હોસ્ટેલની ફીમાં ધરખમ વધારો કરી દેવામાં આવ્યો. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના વિદ્યાર્થીઓ માટે આ ફી વધારે છે. તેનો વિરોધ કરનારા લોકોના આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સંબંધિત વિભાગના મંત્રીને વિદ્યાર્થીઓની વાતો સાંભળવી જોઈએ પણ સરકાર ક્યાંક તો શિક્ષકો સાથે મારપીટ કરી રહી છે તો ક્યાંક વિદ્યાર્થીઓને કચડી રહી છે. માગણી કરતાં પોતાની અવાજ ઊઠાવનાર ગમે તે હોય તેને આ પ્રકારે કચડી નાખવો ક્યાંનો ન્યાય છે? આ એક પ્રકારની દબંગઈ છે. આવા શબ્દનો પ્રયોગ કર્યો તો તેના પર દેશદ્રોહ અને રાજદ્રોહનો કેસ દાખલ થઈ શકે છે.
સામનામાં ભાજપની વિચારધારા સામે પણ સવાલો ઊભા કરવામાં આવ્યા હતા. શિવસેનાએ લખ્યું કે આ યુનિવર્સિટીમાંથી પાસ થયેલા ડો. અભિજિત બેનરજી આ વખતે નોબેલ પારિતોષિક વિજેતા બન્યા અને તેનાથી દેશની પ્રતિષ્ઠા દુનિયાભરમાં વધી. આ યુનિવર્સિટીએ અનેક સારા નેતા અને નિષ્ણાંતો દેશને આપ્યા છે પણ તેમાંથી કોઈ કટ્ટરપંથી વિચારધારા ધરાવતું નહોતું. એટલા માટે આ યુનિવર્સિટીથી અધિકારોનો અવાજ ઉઠાવાય તો તેને દબાવવો ન જોઈએ.