(એજન્સી) પુલવામા, તા.૬
હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર લતીફ અહેમદ દાર ઉર્ફે ટાઈગરના પરિવારજનોએ આરોપ મૂક્યો છે કે સરકારી દળોએ અવંતિપુરામાં તેમના ઘરે શોધખોળ અભિયાન દરમિયાન તોડફોડ કરી તેમની સાથે ધક્કામુક્કી કરી હતી. સલામતી દળો ડોગિયાપુરામાં તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમના ઘરના માલસામાનની તોડફોડ કરી હતી. દળોએ લતીફ ટાઈગરના ત્રણ ભાઈઓની સાથે પણ ઝપાઝપી કરી હતી. ગુલઝાર અહેેમદ દાર, નદીમ અહેમદ દાર, ઝુબેર અહેમદ દાર અને ત્રણ પાડોશી મોહમ્મદ અઝહર, બિલાલ અહેમદ, ઈશાક અહેમદ સાથે ઝપાઝપી કરતા એક ભાઈને ઈજાઓ થઈ હતી. જેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન ઘણાં ઘરોની તોડફોડ કરાઈ હતી. ગ્રામજનોએ ગુનેગાર જવાનો સામે સખ્ત પગલાં લેવા અને ફરિયાદ નોંધવા માગણી કરી છે. પોલીસે તોડફોડના આરોપો ફગાવી દીધા હતા. બુરહાન વાની સાથે ફોટામાં દેખાનાર ૧૧ ત્રાસવાદીઓમાં માત્ર લતીફ ટાઈગર હજુ જીવિત છે.