(સંવાદદાતા દ્વારા)
અમરેલી, તા.૨
બીટ કોઈન પ્રકરણ બાદ અમરેલી જીલ્લા પોલીસ તંત્રની આબરૂ ધૂળધાણી થઇ છે એલ.સી.બી.જેવી મહત્વની પોલીસ તંત્રની બ્રાન્ચમાં કોઈ પોલીસ કર્મી જવા તૈયાર નથી ત્યારે અમરેલી જીલ્લા પોલીસ તંત્રે છબી સુધારવા અમરેલી જીલ્લાના પોલીસ મથકો પર નોટીસ બોર્ડ લખીને એલ.સી.બી.બ્રાંચમાં નોકરી કરવા માંગતા પોલીસ કર્મીના રીપોર્ટ કરવાના લખાયેલ વાક્યોથી સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.બીટકોઇન કેસ બાદ અમરેલી એસ.પી. સહીત એલ.સી.બી. પી.આઈ.અનંત પટેલ સહીત ૯ પોલીસ કર્મી આરોપીના પાંજરામાં આવી ગયા છે. ત્યારે એસ.પી. જગદીશ પટેલની ધરપકડ બાદ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક દ્વારા અમરેલી જીલ્લા પોલીસ તંત્રમાં ફેરફાર કર્યા છે થોડા દિવસ પહેલા ૨૦૦ પોલીસ કર્મીઓનો ઘાણવો કાઢી નાખ્યા બાદ અમરેલીના પોલીસ મથકો સાથે સાવરકુંડલા પોલીસ મથકમાં નોટીસબોર્ડમાં એલ.સી.બી.માં કામ કરવા માગતા કર્મચારીઓ માટે લખાયેલ સુચના મુજબ દસ વર્ષની નોકરી હોવી જોઇએ. પચાસથી વધારે ઇનામ મેળવેલ હોવા જોઇએ અને સારી સ્વચ્છ છબી હોઇ તેમણે રીપોર્ટ કરવા જણાવાયુ છે ત્યારે આ બોર્ડમાં તા.૨૯.૪.૧૮ના રોજ સુચના લખવામાં આવી છે. આજે ચાર દિવસ પુરા થવા આવ્યા છતા પોલીસ કર્મીઓ સુચના વાંચે છે અને વિચારે છે પછી બહાર નિકળી જતા રહે છે હજી કોઇ કર્મીઓનો રીપોર્ટ આવ્યો નથી ત્યારે આ બાબતની સ્પષ્ટતા કરતા અમરેલી ઇનચાર્જ એસ.પી.બી.એમ.દેસાઈએ જણાવ્યુ કે આ સુચના લખવાની પ્રક્રિયા નવી નથી રુટીંગ છે.
ઘોડા છૂટી ગયા પછી પોલીસ તંત્ર તબેલે તાળા મારવા નીકળ્યું હોવાનો ઘાટ હાલ ઘડાયો હોય તેવું લાગી રહ્યું છે.