(એજન્સી)                                                          તા.૧

અલેપ્પોના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કાર્યવાહી કરી રહેલી સીરિયન સૈના પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમણે  વિદ્રોહીના તાબા હેઠળ આવેલા વિસ્તારમાંથી સરકારના નિયંત્રણ  હેઠળ આવેલા વિસ્તારો તરફ જઈ રહેલા ડઝનથી વધુ નાગરિકોની હત્યા કરી  છે. સીરિયન સેનાના વાઈટ હેલ્મેટ નામના સમૂહે જણાવ્યું કે જુબ-અલ કુબા પાસે સીરિયન સેનાએ તોપમારો કરતા ૪૫ જેટલા લોકોનાં મોત નિપજ્યા હતા, જેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ગ્કાફિક ફુટેઝમાં જોઈએ શકાય છે કે કઈ રીતે શબો રસ્તા પર પડયા છે.

જુબ અલ કુબા વિદ્રોહીઓના તાબા હેઠળ આવેલો વિસ્તાર છે અને નાગરિકો મોટી સંખ્યામાં અહીંથી ભાગી છૂટવાના પ્રયાસો કરે છે. સીરિયામાં યુ.કેની માનવતાવાદી સમૂહે જણાવ્યું કે જુબ અલ કુબામાં  હવાઈ હુમલામાં ૨૫થી વધુ લોકો માર્યા ગયા હોવાની આ બીજી ઘટના છે.

સીરિયન સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમના તાબા હેઠળ આવેલા વિસ્તારોમાં તેમણે દસ હજારથી વધુ  નિર્દોષ નાગરિકોની હત્યા કરી હતી. માનવતાવાદી સંસ્થાએ જણાવ્યું કે સરકારના તાબા હેઠળ આવેલા વિસ્તારોમાં પ્રવેશ કર્યા બાદ કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ૩૦૦થી વધુ લોકોના ગુમ થયા હોવાની વિગતો સામે આવી છે. કેટલાક લોકોને સેનામાં જોડાવવા માટે અપહરણ કરાયું હશે, તેવો દાવો વ્યકત કરવામાં આવી રહ્યું છે.

સીરિયન સેનાના સૂત્રે જણાવ્યું કે સેનાએ કોઈ પણ વ્યકિતની ધરપકડ કરી નથી પરંતુ આતંકવાદી હોવાની શંકાને લાગતા કેટલાક લોકોને અમુક ખાસ જગ્યાઓ પર લઈ જવામાં આવ્યા છે. ફ્રાંસમાં કેદ અલેપ્પોના સ્થાનિક કાઉન્સિલે જણાવ્યું કે અમારી પાસે પુરાવવા છે કે સીરિયાની સેના ૪૦થી ઓછી વયના નાગરિકોને નિશાન બનાવી રહી છે. અલેપ્પોના કેટલાક વિસ્તારોમાં સરકાર નાગરિકોના માથું વાઢી નાખે છે, તેવા પુરાવા પણ અમારી પાસે છે. સીરિયાના લોકો વિશ્વ સમક્ષ માનવતાની આશા રાખી રહ્યાં છે.

વિદ્રોહીઓના તાબા હેઠળ આવેલા વિસ્તારોમાં સરકારે કરેલી કાર્યવાહીથી છેલ્લા ૭૨ કલાકમાં ૫૦૦૦૦થી વધુ નાગરિકોએ વિદ્રોહીગ્રસ્ત વિસ્તારોમાંથી હિજરત કરી છે. ખાડીના દેશો આ અંગે અંદાજ નથી લગાવી શકયા જ્યારે આંતરરાષ્ટ્રીય કમિટીએ કહ્યું કે ૨.૫ લાખથી વધુ લોકો વિદ્રોહીના વિસ્તારમાં કેદ છે. સીરિયાની ઘણી જાહેરાત કરી છે કે જો વિદ્રોહીઓ અલેપ્પો છોડીને પાછા આવતા રહે તો આતંકવાદ વિરૂદ્ધ રાષ્ટ્રનું સમાધાન થયું એમ ગણી શકાય. મંગળવારે વિદ્રોહીગ્રસ્ત વિસ્તાર હાનોનમાંથી સીરિયન સેનાના જવાને એક વ્યકિતની ધરપકડ કરી હતી. સીરિયાના સમર્થક રશિયા આશા વ્યકત કરી છે કે આ વર્ષના અંત સુધીમાં સીરિયા અલ્લેપો પર કબ્જો મેળવી લેશે. મોસુલ અને રક્કામા જે રીતે આ આતંકીનો સફાયો કરવામાં આવ્યો એ જ રીતે અહીં પણ કરવાની જરૂર છે એમ  બોગદાનવે જણાવ્યું હતું. અલ્લેપો સ્થિત ફાસ્તકીમ વિદ્રોહી સમુહના વડા ઝકરિયા મહલાફીજીએ કહ્યું કે તેમના માણસો આ વિસ્તારો છોડશે નહિ.