(એજન્સી) સિદોન, તા.ર૧
શનિવારે સિદોન પોર્ટની દક્ષિણે પેલેસ્ટીની સુરક્ષા દળો અને ઈસ્લામિક સંગઠનના બંદૂકધારીઓ વચ્ચે લેબેનોનમાં આવેલા વિશાળ પેલેસ્ટીની શરણાર્થી કેમ્પમાં જોરદાર અથડામણ જોવા મળી હતી. આ અથડામણ સતત ત્રીજા દિવસે પણ જોવા મળી છે. આવી જ અથડામણની શરૂઆત ગુરૂવારે થઈ હતી ત્યારે એક નાનકડા ઈસ્લામિક બદર સમૂહના આતંકીઓ દ્વારા પેલેસ્ટીની સુરક્ષા દળોના સમૂહ પણ એન અલ-હિલવા કેમ્પમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ અથડામણમાં બે લોકોનાં મોત નિપજ્યા હતા. એએફપીના રિપોર્ટરે જણાવ્યું કે શુક્રવારે પણ આવી જ ઘટના બની હતી ત્યારબાદ શનિવારે પણ આવી ઘટના બનતા સિદોન મસ્જિદમાં શરણ લઈ રહેલા ડઝનેક પરિવારો કેમ્પ છોડી જવા મજબૂર થયા હતા. કેમ્પના બહારના વિસ્તારમાં જોરદાર ગોળીબાર અને રોકેટ ફાયરના અવાજ સંભળાઈ રહ્યા હતા આ કારણે જ શરણાર્થીઓ ભયભીત થઈ ગયા હતા.
એન અલ-હિલવા પ્રાંતમાં કાળા વાદળો છવાઈ ગયા હતા. જો કે મળતી માહિતી મુજબ જ્યાં આ ઘટના બની ત્યાંથી અમુક મીટરના અંતરે જ લેબેનોનો આર્મી કેમ્પ આવેલો છે.
ઘણી લાંબી મથામણ બાદ લેબેનોનની આર્મી પેલેસ્ટીની શરણાર્થી કેમ્પમાં દખલગીરી કરતી નથી અને તેમના સુરક્ષા દળોને જાતે જ સ્થિતિને સંભાળવા આદેશ આપે છે. લેબેનોન આર્મીના સુરક્ષા અધિકારી જણાવે છે કે, બિલાલ બદર સાથે સંકળાયેલા આતંકી સંગઠનના આતંકીઓએ આતંકવાદ સાથે જોડાવા માંગે છે અને તેઓ સરન્ડર કરવા માંગતા નથી. એપ્રિલમાં પેલેસ્ટીની સિક્યોરિટી અધિકારી અને તેમની વચ્ચે અથડામણ સર્જાઈ ચૂકી છે અને તેમાં નવ લોકોનાં મોત થયા હતા જ્યારે પ૦ જેટલા લોકો ઘવાયા હતા.