International

લેબેનોન વિવાદનો અંત : હરીરી વતન પાછા ફર્યા, રાજીનામું પાછું ખેંચ્યું

(એજન્સી) બૈરૂત, તા.ર૩
એકાએક લેબેનોનના વડાપ્રધાન પદેથી ઓચિંતું રાજીનામું આપ્યું બાદ દેશના નાગરિકોને સ્તબ્ધ કરી દેનાર લેબેનોનના વડાપ્રધાન સાદ હરીરી લગભગ ત્રણ અઠવાડિયા સુધી દેશથી ગુમ રહ્યા બાદ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશ પરત ફર્યા છે અને તે દેશની રાષ્ટ્રીય પરેડમાં પણ હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ ઔનની ભલામણને પગલે હરીરીએ પોતાનું રાજીનામું પણ અટકાવી દેતાં તેમની સાથે ચર્ચા કરવા સહમતી આપી હતી. નોંધનીય છે કે, હરીરીએ ૪ નવેમ્બરે સઉદી અરબથી એક ટેલિવિઝન સંબોધનમાં પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું અને તેના બાદથી તે રિયાધમાં હતા જ્યાં તેમણે લગભગ બે અઠવાડિયા સુધીનો સમય પસાર કર્યો હતો. તેના બાદ તે અબુધાબી, પેરિસ અને કૈરો જતા રહ્યા હતા. હરીરીના કાર્યાલયે એક નિવેદનમાં જાહેર કર્યું કે, તેમનું વિમાન મોડી રાતે બૈરૂત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યું હતું. હરીરીએ વાયદો કર્યો હતો કે તે સ્વતંત્રતા દિવસના અવસરે સ્વદેશ લેબેનોન પરત ફરશે અને પોતાનો પક્ષ પણ રજૂ કરશે. તેના પહેલા વડાપ્રધાન સ્વદેશ પરત ફરતી વખતે થોડાક સમય માટે સાયપ્રસમાં રોકાયા હતા. હરીરીએ વડાપ્રધાન પદેથી રાજીનામું જાહેર કરીને લોકોને ચોંકાવી દીધા હતા અને તેની સાથે જ દેશમાં રાજકીય સંકટ વધી ગયું હતું સાથે જ અફવાઓ પણ ફેલાવાઈ હતી કે તેમને પોતાની ઈચ્છા વિરૂદ્ધ સઉદી અરબમાં ગોંધી રાખવામાં આવ્યા હતા પરંતુ તેમણે જાતે જ અને સઉદીના અધિકારીઓએ પણ આ સમાચારોને રદિયો આપ્યો હતો. બૈરૂતમાં તેમના પ્રેસ કાર્યાલયેથી જારી કરેલ એક નિવેદનમાં જણાવાયું હતું કે, હરીરી રાષ્ટ્રપતિ નિકોસ અનાસ્તાસિયાદેસ સાથે લેબેનોન અને ક્ષેત્રમાં તાજેતરની પ્રવૃત્તિઓ પર ચર્ચા માટે કૈરોથી રવાના થઈ ગયા છે. સાયપ્રસ સરકારના પ્રવક્તા નિકોસ ક્રિસ્ટોડાઈલિડ્‌સે ટ્‌વીટ કરીને માહિતી આપી હતી કે, બંને નેતાઓ વચ્ચે એક ગરમાગરમ અને ઉપયોગી ચર્ચા થઈ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    વોશિંગ્ટનની ગાઝા નીતિને લઈને અમેરિકીવિદેશ વિભાગના કર્મચારીએ રાજીનામું આપ્યું

    (એજન્સી) વોશિંગ્ટન, તા.૨૮ગાઝા સહિતના…
    Read more
    International

    લેબેનોનના હિઝબુલ્લાહનું કહેવું છે કે, તેણેઇઝરાયેલના હુમલા પછી ડઝનબંધ રોકેટ ઝીંક્યા

    (એજન્સી) તા.૨૮લેબેનોનના હિઝબુલ્લાહે…
    Read more
    International

    લેબેનોનના સુન્ની લડાયક જૂથના વડાએ ઇઝરાયેલવિરુદ્ધ હિઝબુલ્લાહ સાથે જોડાણ કર્યું હોવાની પુષ્ટિ કરી

    ઈઝરાયેલ સામેની લડાઈમાં લેબેનોનના…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.