દાનિશની ડાયરી,
૧૮ વર્ષની ઉંમરે સુરક્ષા દળો દ્વારા જેની હત્યા કરવામાં આવી છે એવા એક યુવાનનું કવિતામય જીવન
તે લખે છે કે……….
“એક દિવસે હું મૃત્યુ પામીશ…..
ત્યારે મને તમારા હાથની જરૂર પડશે હે મારી આંખ બંધ કરશે…..
અને મારા હાથને ચુસ્ત રીતે પકડી રાખશે.”
બારામુલ્લાઃ જ્યારે હનીફા બેગમ તેના ૧૮ વર્ષીય પુત્રની આંખો કાયમ માટે બંધ કરી રહી હતી ત્યારે તેણીને ખબર ન હતી કે તે તેના પુત્રની એક ઇચ્છા પરિપૂર્ણ કરી રહી હતી. દાનિશ તેની ડાયરીમાં કવિતા લખતો હતો જેમાં આ કવિતા લખી હતી. જ્યાં લોકો અસ્તવ્યસ્ત રીતે આંદોલનો કરી રહ્યા છે ત્યાં દાનિશ એક નોટબુક લઈને પોતાની સંવેદના લખતો હતો. અને તે વિરોધમાં સામેલ ન હતો તેમ છતાં પણ તેની હત્યા કરવામાં આવી હતી.
દાનિશની ડાયરી, તેનું ઔપચારિક નામ મેરાજ-ઉદ-દિન લોન હતું અને તે તેના જીવનનો છૂપો ભાગ હતો. તેને કવિતા લખવાનો શોખ હતો. તે પોતાની કવિતાઓમાં માનવ સંબંધો વિશે પોતાના વિચારો પ્રદર્શિત કરે છે. તેણે સહાનુભૂતિ, ચિંતા, સ્નેહ, વફાદારી, તેના કુટુંબ, અને તેના મિત્રો માટે લખ્યું છે. સંપૂર્ણ અને અજાણ્યા બુરહાન વાનીને પણ ટેકો આપતા પોતાના વિચારો અને લાગણીઓ દર્શાવી છે.
એક કવિતા તેના મિત્રોને સમર્પિત કરતાં દાનિશ લખે છે કે………..
“તમારા માર્ગમાં હંમેશા માર્ગદર્શન માટે પ્રકાશ પથરાયેલો રહે…..,
અલ્લાહ તમને તેના ઉત્તમ આશીર્વાદ આપે…… ,
હું પ્રાર્થના કરું છું કે ;
તમારું ભવિષ્યનું જીવન અદ્ભુત અને પરિપૂર્ણ બને………”
દાનિશના મિત્રો કહે છે કે “દાનિશ નિયમિત નમાઝ પઢતો હતો. હતી. તેનો એક માત્ર શોખ વાંચન હતું. દાનિશ એક તેજસ્વી વિદ્યાર્થી હતો. ગામમાં ખૂબ ઓછા લોકો તેને જાણતા હતા.પરંતુ તે ખૂબ ખૂબ મૈત્રીપૂર્ણ હતો. અને હંમેશા તેના ચહેરા પર એક સ્મિત રહેતું હતું. અમને લાગે છે કે, તે એક દેવદૂત હતો. છેલ્લા અમુક મહિનાથી તે તેમના નિવાસસ્થાને ટ્યુશનના વર્ગો વિના મૂલ્યે ચલાવતો હતો.”
દાનિશ બારામુલ્લા જિલ્લામાં મૃત્યુ પામ્યો હતો જ્યારે લશ્કરના સૈનિકો દ્વારા છોડવામાં આવેલ એક ગોળી તેની છાતીમાં વાગી હતી. તેનું મૃત્યુ ૩૧ ઓગસ્ટ અન રોજ થયું હતું,.
સાક્ષીઓ અનુસાર, અમુક લોકોએ સરકારી દળો દ્વારા રાત્રે કરવામાં આવેલ હુમલાઓ સામે વિરોધ કરવા એક રેલી યોજી હતી. દાનિશે આ વિરોધમાં ભાગ લીધો ન હતો. દાનિશ તેમના નાના ભાઇને શોધી રહ્યો હતો અને એક બુલેટ તેને છાતીમાંવાગી હતી. તેને બારામુલ્લા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
તેનિ માતાના ચહેરા પરથી આંસુ લૂછતા દાનિશનિ બહેન મેહવિશ રુદન કરતાં કહે છે કે “મે મારો ભાઈ ગુમાવ્યો છે.”
તે કહે છે કે “બુરહાન વાનીનિ હત્યા પછી દાનિશ ભૈયાએ પોતાની ડાયરી મને વાંચવા આખી હતી પણ મે ક્યારેય વાંચી ન હતી. આજે હું વાંચું છું તો મારી આંખોમાં આંસુ આવી જાય છે.
તેમણે મારા માટે લખ્યું હતું કે
“એક બહેન જે સૌ કોઈને મીઠી, સહાયક, પ્રેમાળ, અને ખુશખુશાલ લાગે છે” લોન કુટુંબને ચાર પુત્રો અને એક પુત્રી છે. જેમાં દાનિશ સૌથી મોટા ભાઈ હતા. તેમના પુત્ર સાથેની વાતચીત યાદ કરતાં મંજૂર અહમદે જણાવ્યું હતું કે દાનિશ હંમેશા સ્વતંત્રતા ચળવળનિ તરફેણ કરતો હતો. પરંતુ પથ્થર ફેંકવાની અથવા સૂત્રરોચ્ચારમાં તેણે ક્યારેય ભાગ લીધો ન હતો. તે કહેતો કે આવા કૃત્યો વ્યર્થ છે.”
“થોડા દિવસ પહેલાં, રાત્રિભોજન વખતે દાનિશે જણાવ્યું હતું કે આ આંદોલન ધીમે ધીમે શાંત થતું જાય છે. પાપા, કાશ્મીરને ખરેખર મોટા બલિદાનની જરૂર છે અને મને લાગે છે કે આપણાં ગામ માથી કોઈએ મહાન બલિદાન આપવું જોઈએ. પણ મને ખબર ન હતી કે દાનિશ અમને આ રીતે છોડી દેશે. તે એક પ્રેમાળ અને સંભાળ રાખનાર પુત્ર હતો.”
બુરહાન વાનીની યાદમાં, દાનિશે કાશ્મીરી ભાષામાં લખ્યું છેઃ
(તમે ચાતુર્યનો પ્રકાશ હતા; તમે માનવતાના મસીહા હતા,
તમે જુલમનો અંત કરનાર હતા…. તમે ધર્મનું રક્ષણ કરનારા હતા)
એક કવિતામાં તેની માતા માટે સમર્પિત દાનિશ લખે છે કે……. ,
“મધર! એ વચન અને યાદોનિ વચ્ચે એક તફાવત છે. વચનો જે આપણે તોડીએ અને યાદો અમને તોડી નાખે છે.”
દાનિશના ભાઈ કહે છે કે “આજે, દાનિશની યાદદાસ્ત અમને ભાંગી નાખે છે,
તાજેતરમાં ઉર્દુ, શિર્ષક આઝાદી (ફ્રીડમ) માં દાનિશ દ્વારા લખવામાં લખવામાં આવેલ એક કવિતા, જે તેની ડાયરીમાં લખેલ તેના અંતિમ રણકતા અને શાશ્વત છેલ્લા શબ્દો છેઃ
‘હમે ક્યા ચાહીએ – આઝાદી…..
આયી આયી – આઝાદી……
વો ફૂલો વાલી – આઝાદી……..
ગોલી ભી ચલેગી – આઝાદી…….
ડરના કૈસા – આઝાદી……..
લલકાર કે બોલો – આઝાદી……..” (સૌ.ઃ કાશ્મીરી રીડર)
Recent Comments