(એજન્સી) ન્યૂયોર્ક, તા.૧૩
સંયુક્ત રાષ્ટ્રના બાળકો માટે બનેલ યુનિસેફે કહ્યું કે લીબિયાના પાંચ લાખ બાળકોને મદદની જરૂર છે. જેથી રાજકીય પાર્ટીઓ પોતાના મતભેદો વિશે મંત્રણા કરીને તેનો ઉેકલ લાવે. ર૦૧૧માં મુઅમ્માર કદ્દાફી દ્વારા લીબિયા પર હુમલો કરતા દેશની પરિસ્થિતિ હતી. પૂર્વ બળવાખોરો અને હાલના બળવાખોરો વચ્ચે દેશને લઈ ચાલતા વિવાદને કારણે લીબિયાના બાળકો ભોગ બની રહ્યા છે. રાજનીતિક લડાઈએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. બળવાખોરોના વિરોધ છતાં પણ સંયુક્ત રાષ્ટ્ર લીબિયાની ત્રિપોલી સરકારને પોતાનું વર્ચસ્વ વધારવા મદદ કરી રહી છે.
ગ્રીટ કેપેલટે યુનિસેફના પ્રાદેશિક નિયામકે કહ્યું કે પ૦ હજાર બાળકો રાજકીય હિંસાનો ભોગ બન્યા છે. સરકારની આંતરિક તકરારને કારણે આર્થિક પાયાને ભારે નુકસાન થયું છે. લીબિયાની મુલાકાત લેતા કેપેલટે કહ્યું કે સરકાર નાગરિકો અને આંતરરાષ્ટ્રીય સમુદાયની જવાબદારી બને છે કે તેઓ લીબિયાના બાળકોની જવાબદારી ઉઠાવે. યુનિસેફે કહ્યું કે લીબિયાના આશરે ર લાખ બાળકોને સ્વચ્છ પાણી, ૩ લાખ બાળકોને શિક્ષણ આપવું જોઈએ એની સાથે દેશમાં તૂટી ગયેલ પપ૦ શાળાઓને ફરી ચાલુ કરાવી જોઈએ. કેપેલરે ચેતવણી આપતાં કહ્યું કે આશરે ૮૦ હજાર બાળકોએ લીબિયાના શરણાર્થીઓ છે અને મોટાભાગના લોકો હુમલાઓનો ભોગ બનેલા છે.
મે માં રજૂ કરેલ રિપોર્ટમાં યુનિસેફે જણાવ્યું કે હજારો એકલા બાળકોએ લીબિયામાંથી ભૂમધ્ય દરિયા મારફતે ઈટાલી પહોંચ્યા છે. જેના કારણે બાળકોની માનવ તસ્કરી સહેલાઈથી થઈ રહી છે. બાળકોને પણ વેચવામાં આવી રહ્યા છે. યુનિસેફે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે શરણાર્થી વિરોધી કાર્યકરો દ્વારા ભૂમધ્ય દરિયામાંથી શરણાર્થીઓની બોટને હાંકી કઢાઈ હતી. જેના કારણે મુશ્કેલી સર્જાઈ છે.