(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૬
શહેરના લિંબાયત મારૂતિનગર ખાતે ગતરોજ મોડી રાત્રે અચાનક આગ લાગતા પાંચ મોટર સાઈકલ સળગી ગઈ હતી. કેટલાક અસામાજિક તત્વો દ્વારા આગ લગાડવામાં આવી હોવાની ચર્ચાના આધારે લીંબાયત પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.લિંબાયત મહાપ્રભુનગર પ્લોટ નં.૩૦૫માં મેડિકલની ગલીમાં રાત્રે અઢી વાગ્યાના સુમારે અચાનક આગ લાગતા ગલીમાં પાર્ક કરેલ ૫ મોટર સાઈકલ સળગી ગઈ હતી. બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ડુંભાલ ફાયર સ્ટેશનના અધિકારી સોલંકી સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર સ્ટાફે સળગેલા વાહનોપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગથી ચાર ટુ વ્હીલર સંપૂર્ણ બળી ગઈ હતી. જ્યારે એકને ઝાળ લાગી હતી. ચાર વાહનોમાં લાગી હતી. જેમાં ચાર વાહનો પૈકી બેનો તો નંબર પણ આવ્યો નથી. આર ૧૫ વીબી અને એક્સેસ નવી નક્કોર ગાડી હતી. તે સિવાય એક્ટિવા અને સ્પ્લેન્ડર મળી ચાર વાહનો સંપૂર્ણ બળી ગયા હતા. વાહનોમાં આગ કેવી રીતે લાગી તે રહસ્ય હજી સુધી જાણી શકાયુ નથી. સ્થાનિકોમાં થતી ચર્ચા મુજબ કેટલાક અસામાજિક તત્વો દ્વારા આગ લગાડવામાં આવી હોય તેવી શક્યતા દર્શાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.