(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૩
સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહીંયા અને લિંનુંસિંહનાં કથીત પ્રેમ પ્રકરણમાં રોજેરોજ નવા નવા વળાંક આવી રહ્યા છે. ગઈકાલે સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહીયાએ પીડિતા પર ૨૦ કરોડ રૂપિયા માંગ્યા હોવાનો અને આપઘાત કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યા બાદ લીનુંસિંહે એક પ્રેસ કોંફરન્સ કરી દહીંયાં સાથેના તેના સંબંધોને લાઇને ખુલાસા કર્યા હતા. તેને કહ્યું હતું કે દહીંયાંને આઈએએસ રહેવાનો હક્ક નથી. દહીંયાંજ તેને મારીનાખવા માંગતો હતો તેથી જ તે નર્સ દ્વારા મને ઝોલ્ફીડોમ દવા આપવા માગતો હતો. પીડીતાએ કહ્યું હતું કે મને ને મારી દીકરીને ને દહીંયાં તરફથી જાનનું જોખમ છે તેમ જણાવી પોલીસ પ્રોટેક્શનની માંગ કરી હતી. મારાને દહીંયાંનાં લગ્નના તમામ પુરાવા આપવા તૈયાર છું. તેના જણાવ્યા અનુસાર આ પુરાવાઓમાં તેને ગૌરવે મેસેજથી ફોટોઝ મોકલેલા તેનો પણ સમાવેશ થાય છે. અમારા લગ્નના ફોટોઝની ફોરેન્સિક તપાસ થવી જ જોઈએ. પીડિતાએ દહીયા અને તેની વચ્ચે થયેલ ચેટના પુરાવાઓ પણ રજુ કર્યા હતા. તેણે કહ્યું હતું કે તે ૬ મહિનાની ગર્ભવતી હતી ત્યારે દહીંયાં તેન દહીંયાંની જિંદગીમાંથી નીકળી જવા કહ્યું હતું અને તેણે પૈસા આપવા માટે પણ તૈયારી બતાવી હતી. લીનું એ કહ્યું હતું કે દહીંયાં મારી બાળકીને પોતાની ગનતાજ નથી તેથી હું ડીએનએ ટેસ્ટ પણ કરાવવાં તૈયાર છું. ગૌરવ દુનિયા સામે મારો અને પુત્રીનો સ્વીકાર કરે. હું મારા છેલ્લા શ્વાસ સુધી લડતી રહીશ.