(એજન્સી) શ્રીનગર, તા.૧૧
જમ્મુ-કાશ્મીરની જાણીતી લેખિકા અને શિક્ષણવિદ ડો. રીટા જીતેન્દ્રનું સોમવારે સવારે ટીવી પર દર્શાવવામાં આવી રહેલ એક લાઈવ કાર્યક્રમમાં નિધન થઈ ગયું. રીટા જીતેન્દ્ર દુરદર્શન પર મહિલાઓને સંબંધિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. ટીવી પર બોલતાં બોલતાં જ તેમને હાર્ટએટેક આવ્યો અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું. રીટા જીતેન્દ્ર ‘ગુડ મોર્નિંગ જમ્મુ અને કાશ્મીર’ કાર્યક્રમના મુખ્ય મહેમાન બનીને આવ્યા હતા. કાર્યક્રમમાં તેઓ પોતાના જીવનની સિદ્ધિઓ વિશે જણાવી રહ્યા હતા, ત્યારે અચાનક જ તેમની તબિયત ખરાબ થવા લાગી અને તેઓ ઝડપી શ્વાસ લઈ રહ્યા હતા. જો કે કોઈને કંઈ સમજાય તે પહેલાં જ તેમનું નિધન થઈ ગયું.