(એજન્સી) પટના, તા.૨૭
બિહારના મુંગેર લોકસભા વિસ્તારના લો.જ.પા. સાંસદ વીણા દેવીએ કહ્યું કે, તેણી ર૦૧૯માં મુંગેર બેઠક પરથી જ ચૂંટણી લડશે. તેણી મુંગેર છોડશે નહીં ગઠબંધન જદયુ માટે મજબૂરી છે. ભાજપ માટે નહીં ગઠબંધન તૂટે તો તૂટે મંગળવારે મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં વીણા દેવીએ કહ્યું, ‘આ વખતે પણ ભારે બહુમત સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં દિલ્હીમાં એનડીએની સરકાર બનશે. એનડીએનો દેશવ્યાપી ચેહરો બીજુ કોઈ નહીં નરેન્દ્ર મોદી હતા, છે અને રહેશે.’ ર૦૧૯ લોકસભા ચૂંટણીને હજુ સમય છે. છતાં આવા નિવેદનોથી વિસ્તારનું રાજનૈતિક તાપમાન ગરમાયું છે. ર૦૧૪માં મોદી લહેર પર સવાર લો.જ.પા. ઉમેદવાર વીણા દેવીએ જદયુના લલનસિંહને ૧,૦૯,૦૮૪ મતોથી હરાવ્યા હતા. તેણી લો.જ.પા.ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સુરજભાનના પત્ની છે.