(એજન્સી) જમ્મુ, તા.૧૯
જમ્મુ-કાશ્મીર સીમા પર પાકિસ્તાને પુનઃ એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી ભારે ગોળીબારો કરતાં બે નાગરિકોના મોત થયા હતા. જ્યારે ૧૪ ઘાયલ થયા હતા. એજન્સીની ખબર મુજબ પાકિસ્તાને જમ્મુના આરએસપુરા, સેકટર, અર્બિયા સેકટર, સાંબા અને રામગઢ તેમજ હિરાનગરના સીમાવર્તી ગામો પર ભારે ગોળીબારો કર્યા હતા. જેમાં બે નાગરિકોના મોત થયા હતા. ભારતે વળતો જવાબ આપ્યો હતો. પાકિસ્તાને કોઈપણ જાતની ઉશ્કેરણીજનક ફાયરિંગ શરૂ કર્યું હતું. જેમાં અર્નિયા સેકટરમાં બરાના દેવી-૪૦ અને આરએસપુરા સેકટરમાં સાહિલ (રપ)ના મોત થયા હતા. જ્યારે ૧૪થી પણ વધુ લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે ખસેડાયા હતા. ગુરૂવારે પાકિસ્તાની સેનાના ગોળીબારમાં બીએસએફનો જવાન શહીદ થયો હતો. સીમા સુરક્ષાદળના મહાનિર્દેશક કે.કે.શર્માએ સરહદ પર નિરીક્ષણ બાદ કહ્યું હતું કે સીમા પર સ્થિતિ તંગદિલી ભરેલી છે. બીજી તરફ પાકિસ્તાનથી ફાયરિંગમાં સેનાનો જવાન જગપાલસિંહ શહીદ થયો હતો. જે હરિયાણાનો હતો. જ્યારે બીજો જવાન ઘાયલ થયો હતો. પાકિસ્તાનના રેન્જરો ભારતીય સીમાવર્તી ગામો ભારે મારો અને મોર્ટારોથી હુમલા કરી રહ્યા છે. આરએસપુરા અને અર્નિયા સેકટરના ગામોને નિશાન બનાવાયા હતા.ભારતીય સૈનિકો જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. વધારાના ડે.કમિશનર ડૉ.અરૂણકુમાર મનહાસે કહ્યું કે સીમા પર ૪ કિ.મી.ની ત્રિજ્યામાં આવેલા ગામોમાં શાળાઓ બંધ રખાઈ છે.