શ્રીનગર,તા. ૧૮
પાકિસ્તાની સેના દ્વારા ફરી એકવાર મંગળવારે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય સેનાનો જવાન શહીદ થયો હતો. આ પહેલા પાકિસ્તાની ફાયરિંગમાં જવાન ગંભીર રીતે ઘવાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા જ્યારે બાદમાં શહીદ થયો હોવાના અહેવાલ મળ્યા હતા. પાકિસ્તાને હંદવાડાના નૌગામ સેક્ટરમાં ફાયરિંગ કર્યું હતું તે પહેલા તેણે જમ્મુ-કાશ્મીરના મંજાકોટમાં પણ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું પરંતુ ભારતે જોરદાર વળતો પ્રહાર કર્યો હતો. નૌશેરામાં પાકિસ્તાનની ફાયરિંગ દરમિયાન એક શાળામાં ૨૦૦થી વધુ બાળકો ફસાઇ ગયા હતા જોકે, બાદમાં સેનાએ ફાયરિંગ કવર આપી તમામ બાળકોને સુરક્ષિત રીતે બચાવી અન્ય સ્થળે ખસેડી લીધા હતા. બાળકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બુલેટપ્રૂફ ગાડીઓની મદદ લીધી હતી.
સોમવારે પાકિસ્તાની સેનાએ યુદ્ધ વિરામનો ભંગ કરીને જોરદાર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં ભારતીય જવાન શહીદ થયો હતો. શહીદ જવાનની ઓળખ મુદ્દસર અહેમદ તરીકે થઇ હતી. જે જમ્મુ કાશ્મીરમાં ત્રાલ સેક્ટરનો નિવાસી હતો. મુદ્દસર અહેમદ રાજૌરી સેક્ટરમાં ફરજ ઉપર હતા. રાજૌરીમાં મંજાકોટે સેક્ટર સાથે જોડાયેલી સરહદ નજીક પણ પાકિસ્તાની સેનાએ જોરદાર ગોળીબાર કર્યો છે જેમાં અહેમદ શહીદ થયા હતા. પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના પરિણામ સ્વરુપે સ્થિતિ વિસ્ફોટક બની ગઈ છે. પૂંચ સેક્ટરમાં એક બાળકીનું પણ મોત થઇ ગયું છે. એકલા જુન મહિનામાં પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામના ભંગના ૨૦ બનાવો બની ગયા છે. બીએટી દ્વારા એક હુમલો કરવામાં આવ્યો છે. જુન મહિનામાં પાકિસ્તાન દ્વારા ઘુસણખોરીના બે પ્રયાસો કરવામાં આવ્યા છે. પાકિસ્તાનની આ કાર્યવાહીમાં ત્રણ જવાન સહિત ચાર લોકોના મોત થયા છે.
મોબાઇલનો ઉપયોગ કરતા રોકતા જવાને મેજરને ગોળી મારી
જમ્મુ-કાશ્મીરના ઉરી બારામુલ્લામાં સેક્ટરમાં સેનાના મેજરે આર્મી જવાનને મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા રોકતા તેણે ઉશ્કેરાટમાં આવી પોતાના મેજરને જ ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.સંરક્ષણ ક્ષેત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મેજર શિખર થાપાએ નાયક કાઠી રેસાનને મોબાઇલનો ઉપયોગ ન કરવા કહ્યું હતું જેથી તેણે ગુસ્સામાં આવી પોતાના અધિકારીને સર્વિસ રાઇફલથી ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા.
અનંતનાગમાં લશ્કરના ટોચના કમાન્ડર સહિત ત્રણ આતંકી ઠાર
કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોએ એક ઓપરેશનને પુરૂ પાડતા ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. અનંતનાગના બરાકપોરામાં આતંકવાદીઓએ એક દળને ઘેર્યા બાદ સુરક્ષા દળો દ્વારાકરાયેલી કાર્યવાહી બાદ ત્રણ આતંકવાદીઓને ઠાર કરાયા હતા. માર્યાગયેલા ત્રણેય આતંકવાદીઓ લશ્કરે તોયબાના હોવાની શંકા સેવાઇ રહી છે જેમાં એક કમાન્ડરનો પણ સમાવેશ થાય છે.
Recent Comments