(સંવાદદાતા દ્વારા) ધોળકા,તા.૭
ધોળકા નગરપાલિકા ખાતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનાં હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બીએલસી ઘટક હેઠળ કુલ-રપ૪ લાભાર્થીઓને મંજુરીપત્ર એનાયત તથા ઓર્ગોનિક વેસ્ટ કન્વર્ટર (ઓડબ્લ્યુસી) નવીન મશીન નંગ-ર (ભીના કચરામાંથી ખાતર બનાવવાના મશીન)નું લોકાર્પણ તથા સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, મનોરંજન કર, વ્યવસાય વેરા અને જમીન મહેસુલ ગ્રાંટ, મુખ્યમંત્રી શહેરી સડક (ભુગર્ભ ગટર) યોજનાની ગ્રાંટો અન્વયે વોર્ડ નં.૧, ર, ૩, પ અને ૬માં સી.સી./આર.સી.સી.રોડ, પેવર બ્લોક, પીવાના પાણીની લાઈન તથા અંડર ગ્રાઉન્ડ ગટર લાઈનના કુલ-૬ર કામો તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બલાસ સર્કલથી પુલેન સર્કલ સુધી તથા અટલ સરોવરથી સંસ્કાર સ્કૂલ તરફ સ્ટ્રીટલાઈટના રૂા.૧.૪૬ કરોડના કામો-ર મળી કુલ-૬પ કામો માટે અંદાજીત કુલ રૂા.પ.૩ર કરોડના ખાતમુર્હૂત કરવામાં આવેલું.
આ પ્રસંગે ધોળકા નગરપાલિકાના કર્મચારી/કામદારોએ પોતાના પગારમાંથી કપાત કરાવેલ સૈનિક ફાળાના રૂા.૬૪,પ૦૦/-નો ચેક શિક્ષણમંત્રીને અર્પણ કર્યો હતો. પાલિકાના તમામ સફાઈ કામદારોને સાડી નંગ-ર વિતરણ કરવામાં આવેલ હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ચુનારા, ડી.વાય.એસ.પી. શ્રી વાઘેલા, કારોબારી ચેરમેન જનકભાઈ આર. કા. પટેલ તથા મ્યુ. સભ્યો, આગેવાનો તથા કર્મચારી/કામદારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહેલા હતા.