(સંવાદદાતા દ્વારા) વેરાવળ તા.૩૧
વેરાવળ-સોમનાથમાં સામાન્ય લોકોના કામ થતા ન હોવાના ગંભીર આક્ષેપો સામાજિક કાર્યકર જગમાલભાઇએ જાહેરસભામાં કરી નગરપાલિકા રીમોટ કંટ્રોલથી ચાલતી હોવાનું જણાવી રોષ ઠાલવેલ હતો તેમજ સમાજિક કાર્યકર દ્વારા ચાલતા લોલંલોલ અને ભ્રષ્ટાલચારના વિરોઘમાં રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરેલ હતું.
વેરાવળ-સોમનાથ શહેરમાં શહેરીજનોને મુશ્કેલીઓનો સામનો કરી રહેલ જેથી તાજેતરમાં સામાજિક કાર્યકર જગમાલભાઇએ લોકોને મળી તેઓની સમસ્યોઓ જાણી તેમાંથી મુક્તિ અપાવવા લોકો સાથે રેલી કાઢી હતી અને આ રેલી વિવિધ માર્ગો ઉપર ફરી નાયબ કલેકટર કચેરીએ પહોંચી સમસ્યાાઓ સાથેનું આવેદનપત્ર સુપ્રત કરેલ ત્યાવરબાદ શહેરના ગૌરવપથ રોડ ઉપર જાહેરસભા યોજેલ જેમાં સામાજિક કાર્યકર જગમાલભાઇ, જે.બી.મહેતા, રમેશભાઇ ચોપડકર, શિક્ષક અફઝલભાઈ પંજા સહિતનાઓએ નગરપાલિકાની કામ કરવાની અણધડ નીતિ સામે સવાલો ઉઠાવી ગંભીર આક્ષેપો ઉદબોધનમાં કરતા જણાવેલ કામગીરીના અભાવે આજે પણ શહેરીજનોને પ્રાથમિક સુવિધા મેળવવા વલખા મારવા પડી રહેલ છે. શહેરીજનોને દરરોજ પીવાનું પાણી નથી મળી રહેલ અને નિયમિત સફાઇ થતી નથી, ઠેર-ઠેર ગટરો ઉભરાતી જોવા મળે છે. રોડ-રસ્તા હજુ ભંગાર હાલતમાં હોવાથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે. હાલ બજેટ રૂા.૧૦૦ કરોડનું હોવા છતાં જોડીયા શહેરનો કોઇ પ્રકારે વિકાસ થયો હોય તેવું જોવા મળતું નથી.