અંકલેશ્વર, તા.૮
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં નોર્થ સ્ટાર એન્જીનીયરીંગ વર્કશોપમાં કામ કરતા કામદારે પગાર માંગતા વર્કશોપ માલિકે લોંખડના સળીયાથી માર મારવાની ફરિયાદ સામે આવી છે. કામદાર આગેવાનોએ દરમિયાનગીરી કરતા આખરે મામલો તાલુકા પોલીસ મથકે પહોંચ્યો હતો.
અંકલેશ્વર ની પાનોલી જીઆઇડીસીમાં આવેલ નોર્થ સ્ટાર એન્જીનીયરીંગ વર્કશોપ માં વિશાલભાઈ પાંડે નામનો યુવાન કામ કરતો હતો. તેને ૩૨ દિવસ નો બાકી પડતો પગાર વર્કશોપ માલીક બીપીન જોષી પાસે માંગતા જેતે વખતે પણ માર માર્યો હતો. તે વર્કશોપ માં સુપરવાઈઝર હોવાથી બિપિન જોષી એ કામ અર્થે વિશાલ પાંડે ને મોટર સાઇકલ આપી હતી વિશાલ પાંડે એ ફરી પગાર ની માંગણી કરતા બિપિન જોશી એ પગાર ન આપતા વિશાલ પાંડે એ બાઈક પોતાની પાસે રાખી પગાર આપી મોટર સાઇકલ લઇ જવાનું કહેતા વિશાલ પાંડે પર મોટર સાઇકલ ચોરીનો આક્ષેપ કર્યો હતો બાદ ગત રોજ પાનોલી જીઆઇડીસીમાં આવતા બિપિન જોષી પાસે પગારની માંગણી કરતા ઉશ્કેરાયેલા વર્કશોપ મલિક બિપિન જોષીએ અન્ય ઈસમો સાથે મળી સળિયા વડે ઢોર માર મારતા શરીરે ઈજાઓ પહોંચી હતી અંતે વિશાલ પાંડેએ આ ઘટનાની જાણ કામદાર સમાજના અગ્રણી રજનીશ સીંગ અને પ્રકાશ પટેલને કરતા આખો મામલો તાલુકા પોલીસ મથકે પહોંચ્યો હતો અને અંતે તાલુકા પોલીસ દ્વારા વર્કશોપ માલિક બિપિન જોષી તેમજ અન્ય ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી હતી.