(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
સુપ્રીમ કોર્ટે એસસી-એસટી એક્ટમાં પોતાનો જુનો ચુકાદો પલ્ટી નાખ્યો છે. હવે આ કાયદા અંતર્ગત તપાસ વિના પણ ફરિયાદ દાખલ થઇ શકશે. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો એસસી-એસટી એક્ટની જોગવાઇઓને ઓછી કરવાના સુપ્રીમ કોર્ટના જુના ચુકાદા વિરૂદ્ધ કેન્દ્ર સરકારની પુનર્વિચાર અરજી પર સંભળાવ્યો છે. હવેસરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોની ધરપકડ કરતા પહેલા પરવાનગી લેવાની જરૂર નથી. આ પહેલા ફરિયાદ કરાયા બાદ જ તપાસ કરાયા બાદ એફઆઇઆર દાખલ કરવાના કોર્ટે આદેશ આપ્યા હતા. હવે પહેલા તપાસ જરૂરી નથી. જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ બીઆર ગવઇની પીઠે આ ચુકાદો સંભળાવ્યો છે.
એસસી-એસટી એક્ટ મામલે કેન્દ્ર સરકારે પુનર્વિચાર અરજી દાખલ કરી હતી જેનો સ્વીકાર કરતા સુપ્રીમ કોર્ટે પોતાનો જ જૂનો ચુકાદો પલટી નાખ્યો છે. હકીકતમાં ૨૦ માર્ચ ૨૦૧૮માં પોતાના ચુકાદામાં કોર્ટે આગોતરા જામીનની જોગવાઈ કરી હતી અને ધરપકડ માટે દિશા નિર્દેશ બહાર પાડ્યાં હતાં. જેને ધરપકડની જોગવાઈને નબળી કરી હોવાનું ગણવામાં આવતું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકારે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. ૩ જજોની બેન્ચે ગત વર્ષે આપેલા ચુકાદાને બે જજોની બેન્ચે રદ કર્યો. જો કે બે જજોના ચુકાદા બાદ ચુકાદો પલટવા માટે કેન્દ્ર સરકાર આ કાયદામાં સંશોધન કરીને તેને ફરીથી ખુબ કડક કરી ચૂકી છે. જેમાં તરત ધરપકડ થશે અને ઓગાતરા જામીનની જોગવાઈને ખતમ કરવામાં આવી. સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે ચુકાદો પલટી નાખતા કહ્યું કે સમાનતા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો સંઘર્ષ દેશમાં હજુ ખતમ થયો નથી. એસસી-એસટી સમુદાયના લોકોએ હજુ પણ છૂત અછૂત દુર્વ્યવહાર અને સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડે છે.
ગત વર્ષે આવેલા આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું હતું કે એસસી/એસટી એક્ટમાં તરત ધરપકડની વ્યવસ્થાના પગલે અનેકવાર નિર્દોષ લોકોએ જેલમાં જવું પડે છે. કોર્ટે તરત ધરપકડ પર રોક લગાવી હતી. જેના વિરુદ્ધ સરકારે પુર્નવિચાર અરજી દાખલ કરી હતી. આ અરજી પર આજે ચુકાદો આવ્યો છે. ગત વર્ષે ૨૦ માર્ચના રોજ સુપ્રીમે પોતાના ચુકાદામાં સરકારી કર્મચારીઓ અને સામાન્ય લોકો વિરુદ્ધ જીઝ્ર/જી્‌ કાયદાનો દુરઉપયોગ જોતા તેમાં ધરપકડની જોગવાઈઓને હળવી બનાવી હતી. કોર્ટે પ્રાથમિક તપાસ બાદ જ અપરાધિક કેસ દાખલ કરવાની અને સરકારી કર્મચારીઓના મામલે ધરપકડ પહેલા સંબંધિત અધિકારી પાસેથી પૂર્વ મંજૂરી લેવી પણ જરૂરી બનાવી હતી. કેન્દ્ર સરકારે આ નિર્ણયનો પુનઃવિચાર કરવાની અરજી કોર્ટમાં દાખલ કરી હતી. મંગળવારેએ અરજીની સુનાવણીમાં કોર્ટે સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને ગયા વર્ષના માર્ચની ૨૦મીએ ત્રણ જજોની બેન્ચે આપેલો ચુકાદો રદ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પર દેશભરમાં હોબાળો મચ્યા બાદ કેન્દ્ર સરકારે સંસદમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર રોકથામ) અધિનિયમ ૨૦૧૮ પસાર કરીને સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટ્યો હતો. સંશોધિત કાયદા મુજબ અપરાધિક કેસ દાખલ કરતા અગાઉ પ્રાથમિક તપાસ અને ધરપકડ અગાઉ પૂર્વ મંજૂરીની જોગવાઈને ખતમ કરવામાં આવી હતી.