(એજન્સી) ગયા, તા.૧૦
બિહારના ગયામાં એક ૧૬ વર્ષીય વિદ્યાર્થિનીનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. સાથે જ તેનું મોઢુ એસિડથી સળગાવી નાખવામાં આવ્યું છે. પાંચ દિવસ પહેલા વિદ્યાર્થિનીના મૃતદેહના ટુકડા મળ્યા હતા. વિદ્યાર્થિની ગયાના પટવા ટોલીની રહેવાસી હતી. કુટુંબીજનોએ બળાત્કારનો પણ આરોપ લગાવ્યો છે. જો કે પોલીસ તેને ઓનર કિલીંગ બતાવી રહી છે. વિરોધમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. પાંચ દિવસથી શહેરમાં તંગદિલીનું વાતાવરણ છે. બુધવારે ભારે સંખ્યામાં લોકો પોલીસની વિરૂદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા. હજારોની સંખ્યામાં હાથમાં મીણબત્તી લઈને પ્રદર્શન કરતા ન્યાયની માંગ કરી રહ્યા હતા. પ્રદર્શન કરનારાઓનું કહેવું છે કે પોલીસ આ મામલાને વધુ ધ્યાન આપી રહી નથી.
વિદ્યાર્થિની ર૮ ડિસેમ્બરે ગુમ થઈ હતી. કુટુંબીજનો બુનિયાદગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવા માટે ગયા હતા પરંતુ પોલીસે તેને ગંભીરતાથી લીધી નહીં અને ત્રણ-ચાર દિવસ સુધી કોઈ એફઆઈઆર દાખલ કરી નહી. ચાર જાન્યુઆરીએ વિદ્યાર્થિનીના ગુમ થવાનો કેસ દાખલ કરવામાં આવ્યો ત્યારબાદ છ જાન્યુઆરીએ વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો. વિદ્યાર્થિનીનું માથુ ધડથી અલગ હતું ઓળખ છુપાવવા માટે તેનું મોઢું એસિડથી સળગાવી નાખવામાં આવ્યું હતું. તેની સાથે જ તેની છાતીને જોરદાર હથિયારથી કાપવામાં આવી હતી. વજીરગંજ કેંપના ડીએસપી અભિજીતસિંહે જણાવ્યું કે પીડિત પરિવાર તપાસમાં પોલીસની મદદ કરી રહ્યો નથી. તેમણે જણાવ્યું કે મૃતકની બહેનોએ જણાવ્યું કે તે ૩૧ ડિસેમ્બરે ઘરે પરત ફરી હતી. પરંતુ માતા-પિતા પોલીસને કંઈ પણ બતાવી રહ્યા નથી. સિંહે જણાવ્યું કે હત્યા પહેલા બળાત્કાર થયો છે કે નહીં તે મેડિકલ તપાસના રિપોર્ટથી જ જાણી શકાશે. જો કે તપાસના રિપોર્ટથી જ જાણી શકાશે. જો કે કેસમાં અત્યાર સુધી કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી.
ત્યાં ગયામાં સીનિયર પોલીસ અધિકારી રાજીવ મિશ્રા અનુસાર ૩૧ ડિસેમ્બરે જ્યારે વિદ્યાર્થિની પોતાના ઘરે પરત ફરી હતી તો તેના પિતાએ તે જ રાત્રે લગભગ ૧૦ વાગે એક યુવકની સાથે તેને મોકલી હતી. તે યુવક તેમના પરિવારનો જાણકાર હતો તે યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પરંતુ તેણે વિદ્યાર્થિનીની હત્યામાં સામેલ હોવાની વાત સ્વીકારી નથી. પરંતુ તેના કોલ રેકોર્ડસથી આ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તે શંકાસ્પદના સંપર્કમાં હતો.