(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૩૦
ઓલએક્સ પર કિંમતી ચીજવસ્તુઓનું વેચાણ કરનાર અનેક લોકો પાસેથી કિંમતી સામાન ખરીદી છેતરપિંડી કરનાર ભરૂચના ભેજાબાજ કરણ ઉર્ફ ભોલુ નિલેશ પટેલની મકરપુરા પોલીસે ધરપકડ કર્યા બાદ શનિવારનાં રોજ સુરત પોલીસ આરોપીનો કબજો મેળવી લવાના થઈ હોવાનું જાણવા મળ્યુ હતું.
પ્રાપ્ત થથી વિગતો અનુસાર ઓએલએક્સ પર ઓનલાઈન વેચાણ થતી કિંમતી ચીજવસ્તુઓ મંગાવી લીધા બાદ વેપારીઓ અથવા તો વિક્રેતાઓને ચુનો ચોપડવામાં પાવરઘા મનાતા કરણ પટેલ તરસાલી બાયપાસથી પસાર થવાનો છે તેવી મળેલી બાતમીના આધારે એસઓજી ઈન્ચાર્જ પોસઈ એચ.એમ.વ્યાસ પો.કો.કમાલુદ્દીન સૈયદ તથા સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી પસાર થતી બાઈક સવારને આંતરી લઈ તલાસી લેતા રૂપિયા ૧૧ લાખની વધુની કિંમત ધરાવતા ડીજીટલ કેમેરા મોબાઈલ ફોન મળી આવ્યા હતાં. પોલેસ મુદ્દામાલ કબજે લીધો હતો. મકરપુરા અમદાવાદ સુરત, કરજણ, ભરૂચ ખાતે ગુના નોંધાયા હતાં. મકરપુરા પોલીસે ધરપકડ કરી હતી ત્યારબાદ આરોપી કરણ પટેલનો કબજો મેળવી લઈ સુરત પોલીસ રવાના થઈ હોવાનું જાણવા મળ્યું હતું.