સુરેન્દ્રનગર, તા.૧૮
ગુજરાતના સુરેન્દ્રનગર, કચ્છ અને ગીર સોમનાથમાં દિવસમાં ગણતરીના કલાકોમાં નવ જેટલા ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. તેમજ વર્ષ ૨૦૦૧માં આવેલા ગોઝારા ધરતી કંપની યાદો તાજી થઈ ગઈ હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ મોડે સુધી જાણી શકાયું ન હતું. જો કે, આજે આવેલા ભૂકંપના નવ આંચકાથી કોઈ મોટી જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સુરેન્દનગર અને કચ્છમાં સવારે ૮ કલાકે ૨ની તીવ્રતાનો સૌથી મોટો આંચકો આવ્યો હતો. આ ઉપરાંત સવારે ૮ઃ૨૦ કલાકથી બપોરના ૨ કલાક સુધીમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. તેમજ ગીર-સોમનાથ જિલ્લામાં બપોરે ૨ઃ૧૨ કલાકે ૧.૭ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકા આવતા લોકો ભયભીત થઈ ગયા હતા. તેમજ ઘરની બહાર દોડી ગયા હતા.
ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં પણ ધરતી કંપના આંચકાનો સીલસીલો આજે પણ ચાલુ રહ્યો હતો. કચ્છમાં લગભગ ૩ જેટલા આંચકા આવ્યા હતા. કચ્છના રાપરમાં ૨ અને ભચાઉમાં એક આંચકો આવ્યો હતો. તમામ આંચકાની તીવ્રતા ઓછી હોવાથી મોટાભાગના લોકોને ભૂકંપના આંચકાની ખબર નહીં પડી હોવાનું જાણવા મળે છે.
સુરેન્દ્રગર જિલ્લામાં આજે ૫ આંચકા લોકો અનુભવ્યા હતા. જ્યારે કચ્છમાં ૩ અને ગીર-સોમનાથમાં એક મળી નવ આંચકા આવ્યા હતા.