અમદાવાદ,તા.૧
મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં સમાંયતરે ભૂંકપના આંચકા રિકટર સ્કેલ પર નોંધાયા બાદ શુક્રવારે સવારે ૧૧.૦૮ કલાકે અને ૧૧.૧૪ કલાકે ૩.૨ અને ૪.૪નો આંચકો આવતા તેની અસર વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશોમાં થઇ હતી. લગભગ ૫થી ૭ સેકન્ડ સુધી આંચકાની અસર વર્તાતા લોકો ગભરાયા હતા.
ખાસ કરીને ઉમરગામમાં આંચકાને લઇ લોકો ઘરની બહાર દોડી ગયા ગતા. સાથે મકાનો વાસણો પણ ખખડયા હતા. મહારાષ્ટ્રના ભૂંકપના આચકાની અગાઉ અનેકવાર ઉમરગામ વિસ્તારમાં અસર થઇ હતી.
પ્રાપ્ત માહિતિ અનુસાર ઉમરગામ તથા આસપાસના વિસ્તારોમાં થોડા દિવસો અગાઉ લોકોએ ભૂંકપના આચકાનો અનુભવ થયા બાદ શુક્રવારનાં રોજ ફરીવાર વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશોમાં સવારે હળવો ભૂકંપનો આંચકો આવ્યો હતો.
હળવા આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આંચકાને કારણે મકાનોમાં વાસણો ખખડવાની સાથે ખુરશી પણ હલતા લોકો ઘરોની બહાર નિકળી ગયા હતા. જો કે, કોઇ નુકશાન થયુ ન હતું. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં બનાસકાંઠામાં ૩.૫ની તીવ્રતાનો ભૂકંપનો આચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્ર બીંદુ ડીસાથી ૩૦ કિમી દૂર બતાવવામાં આવી રહ્યું છે. મંગળવાર રાત્રે ૧૧.૯ મિનીટે ભૂકંપના આંચકા અનુભવાયો. લોકોમાં ભયનો માહોલ સર્જાયો અને ઘરની બહાર દોડી આવ્યા.