જૂનાગઢ, તા.ર૯
ચોમાસાની સિઝન પૂર્ણ થઈ રહી છે ત્યારે હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં રોગચાળો પણ પ્રગતિ કરી રહ્યો છે. શરદી-ઉઘરસ-તાવ-ઝેરી મલેરિયા-સ્વાઈનફ્લૂ-ચિકનગુનિયાનો રોગચાળો જોવા મળે છે ત્યારે આરોગ્ય વિભાગે આરોગ્ય વિષયક પગલાં હાથ ધર્યા છે. રાજ્યના અનેક શહેરોને સ્વાઈનફ્લૂએ પોતાના ભરડામાં લીધા છે. રાજ્યમાં સ્વાઈનફ્લૂથી અનેક લોકોનાં મોત થયા છે. સ્વાઈન ફ્લૂનો કહેર જૂનાગઢ જિલ્લામાં પણ જોવા મળતો હોય તેમ વિસાવદરના વૃદ્ધ અને માળિયાના આધેડનું રાજકોટ સારવાર દરમ્યાન ગુરૂવારની સાંજના મોત નિપજ્યું હતું. સ્વાઈનફ્લૂથી રનાં મોત થતાં જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે અને લોકોને સાવચેતી રાખવા માર્ગદર્શન સાથે સર્વેલન્સ કામગીરીથી હાથ ધરી છે જૂનાગઢ જિલ્લો પણ સ્વાઈનફ્લૂમાં સપડાયો હોય તેમ ગુરૂવારના રાજકોટ ખાતે હોસ્પિટલમાં સ્વાઈનફ્લૂની સારવાર લઈ રહેલા વિસાવદરના એક ૬૦ વર્ષીય વૃદ્ધ અને માળિયા હાટીના પ૦ વર્ષીય આધેડનું સ્વાઈનફ્લૂની સારવાર દરમ્યાન મોત થયું છે. જિલ્લામાં સ્વાઈનફ્લૂથી મોત થતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે અને અત્યાર સુધીમાં ર૬ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ૯ કેસ સ્વાઈનફ્લૂના પોઝીટીવ સામે આવ્યા છે.