(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૪
આજે સવારે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના છેવાડાના ગામોમાં ભૂકંપના હળવા આંચકાનો અનુભવ થયો હતો. ચોમાસામાં ભૂકંપના આચકાથી ખેડૂતોમાં અચરજ વ્યાપી ગયું હતું. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ મહારાષ્ટદ્રમાં અને ભૂકંપની તીવ્રતા ૩.૧ નોંધાઈ છે ભૂકંપથી કોઈપણ પ્રકારની જાનહાનિ કે નુકસાની નોંધાઈ નથી.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના માંડવ ખડક સારવણી અને કાંકડવેલ ગામે આજે વહેલી સવારે ૬.૩૦ કલાકે ધરતીકંપના આચકા અનુભવાયા હતા. જ્યારે વાંસદાના લીલઝર ગામે ૬.૨૫ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ ફરીથી ૧૦ઃ૩૦ કલાકે માંડવખડક ગામે મોટા ધરતીકંપના આંચકા આવતાં લોકોમાં ભય વ્યાપી ગયો હતો. જાકે ભૂકંપનું કેન્દ્રબિન્દુ મહારાષ્ટ્રમાં હોવાનું અને ૩.૧ની તીવ્રતાનો ભૂકંપ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ નવસારી જિલ્લામાં ચીખલી તાલુકામાં આવેલા માંડવ ખડક ગામે આજે વહેલી સવારે ૬.૩૦ વાગ્યે ધરતીકંપના આંચકા આવ્યાં હતા. માંડવ ખડકની સાથે સાથે સાવરણી અને કાંકડવેલ ગામે પણ ધરતીકંપનાં આંચકા અનુભવાતા લોકોમાં ભય વ્યાપી ગયો હતો. સવારે ૬.૨૫ કલાકે વાંસદા તાલુકાના લીમઝર ગામે મોટો ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘર બહાર નીકળ્યાં હતા. નવસારીના ચીખલી તાલુકાના માંડવ ખડક ગામે ફરીથી સવારે ૧૦.૩૦ કલાકે ધરતીકંપના તીવ્ર આંચકા અનુભવાતાં લોકોમાં ભય વ્યાપી ગયો હતો. ઘર બહાર નીકળી ગયા હતા વાંસદા અને ચીખલી પંથકમાં ચોમાસામાં ભૂકંપના આચકાથી લોકોમાં ભય જાવા મળે છે.