(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૬
પુલવામા આતંકવાદી હુમલાના ૧૨ દિવસ બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી અડ્ડાઓને ધ્વસ્ત કરવાના સમાચાર સમગ્ર દેશમાં વાયુવેગે પ્રસરી જવા પામ્યા છે. વહેલી સવારે ૩ઃ૪૫ કલાકે પીઓકેના બાલાકોટ, ચકોટી અને મુઝફ્ફરાબાદમાં કરવામાં આવેલ બોમ્બાર્ડિંગમાં ૨૦૦થી ૩૦૦ જેટલા આતંકવાદીઓ સ્વાહા થઇ ગયા છે. વાયુસેનાના આ પરાક્રમને પગલે દેશના પ્રત્યેક નાગરિકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. પુલવામા આતંકવાદી હુમલાના બદલાના ભાગરૂપે કરવામાં આવેલી આ એર સ્ટ્રાઇકને કારણે સોશ્યલ મીડિયામાં વધુ એક વખત પાકિસ્તાને ‘ટાર્ગેટ’ કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વાયુસેના દ્વારા મિંગ-૨૦૦ વિમાન દ્વારા કરવામાં આવેલ બોમ્બ-વર્ષાને કારણે ૩૦૦ જેટલા આતંકવાદીઓ ભસ્મીભૂત થયા હોવાની જાણકારી મળવા પામી છે. ભારતીય વાયુસેનાના આ પરાક્રમને સોશિયલ મીડિયાએ પણ હાથોહાથ લઇ લીધું છે. આજે વહેલી સવારે સોશિયલ મીડિયામાં ‘હાફ ઇઝ ધ જૈશ’ ફિનિશ્ડ સર !… ઇમરાનખાને પણ પાકિસ્તાનની સેનાને સંપૂર્ણ છૂટ આપી દીધી છે, જેને જ્યાં ભાગવું હોય ત્યાંથી ભાગી શકે છે…કોણે કહ્યું કે ફોગ ચાલે છે, ટીવી ચાલુ કરીને જુઓ, ભારતીય સેનાનો ખૌફ ચાલે છે…. આતો હજી મિરાજનો જ કમાલ છે…. વિમલ અને તાનસેન બાકી છે…… વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હુંકાર, ઇલાકા તુમ્હારા ધમાકા હમારા…. ૩૫૦ કિલો આરડીએક્સનો જવાબ ૧૦ હજાર કિલો આરડીએક્સથી આપ્યો…સેનાના જવાનોને સો સલામ…, અમે હિન્દુસ્તાનીઓ ૧૨ દિવસ શોક પાળીએ છીએ અને ૧૩માં દિવસે કામ પર લાગી જઇએ છીએ… ઘરમાં બેસીને ગાળો આપવાથી આતંકવાદીઓનો સફાયો નથી થવાનો, બહાર નીકળીને ભાજપને વોટ આપવો પડે છે…. આ અને આ પ્રકારના અનેક મેસેજો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઉરી સેક્ટર પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામા ૧૮ જેટલા જવાનો શહીદ થયા હતા. આ હુમલામાં ૧૧ દિવસ બાદ ભારતીય સેનાના જવાનો દ્વારા પીઓકેમાં સર્જીકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી અડ્ડાઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો. જ્યારે પુલવામા આત્મઘાતી હુમલા બાદ આજે ૧૨માં દિવસે ભારતીય વાયુસેના દ્વારા ૧૦ હજાર કિલોથી વધુ બોમ્બની વર્ષા કરીને ૩૦૦થી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે અને આ વખતે ખુદ પાકિસ્તાન દ્વારા પણ આ હુમલાને સમર્થન આપવામાં આવ્યું છે.
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પનો સફાયો કરતા લોકોમાં ખુશીની લાગણી

Recent Comments