મોરબી, તા.૪
મોરબીમાં સિટી એ.ડિવિઝન પી.આઈ. ચૌધરીએ પાનના ગલ્લે ઉભેલા નિર્દોષ યુવાનને વિના વાંકે લાકડી વડે ઝુડી નાખતા યુવાનને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. પ્રાપ્ત વિગત મુજબ મોરબી ગાંધીચોકમાં ચાની લારી ચલાવી પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા મકબુલ રજાકભાઈ ચાનિયા નામનો યુવાન પોતાની ચાની લારી બંધ કરીને નવા બસ સ્ટેન્ડ નજીક આવેલ પાનના ગલ્લા પર રાત્રીના સમયે પાન માવો ખાવા ઊભા રહી દુકાન પાસે પોતાનું બાઈક લઈને યુવાન ઊભો હતો તે દરમિયાન મોરબી એ.ડિવિઝન પી.આઈ આર.જે.ચૌધરી ઓટો રીક્ષામાં અચાનક ધસી આવી યુવાન કાંઈ સમજે તે પહેલા જ કોઈ જાતની પૂછપરછ કર્યા વિના વગર વાંકે તેને લાકડી વડે ઝુડી નાખતા ગરીબ અને ચાની લારી ચલાવી પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા મકબુલ રજાકભાઈ ચાનિયા રહે.કાલિકાપ્લોટ વાળાને બેરહેમીથી માર-મારતા યુવાનને ડાબા હાથમાં ઈજા થતા મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો તેમજ યુવાનના બાઈકમાં પણ તોડફોડ કરી ખોટી રીતે ખાખીનો રોફ જમાવી પી.આઈ. રફુચક્કર થઈ ગયા હતા. ત્યારે કહેવાતા પી.આઈ.ચૌધરીને રાત્રી દરમિયાન જ સુરાતન કેમ ચડે છે તે એક ચર્ચાનો અને તપાસનો વિષય બન્યો છે મોરબી સિટી એ.ડિવિઝન પી.આઈ.ચૌધરી જ્યારથી મોરબીમાં આવ્યા છે હંમેશા કોઈને કોઈ ચર્ચામાં રહ્યા છે અને ખોટી રીતે ખાખીનો રોફ ઝાળી લુખ્ખી દાદાગીરી કરી ચર્ચાના ચકડોળે ચડ્યા છે. વગર વાંક યુવાનને માર માર્યાની ઘટનાથી પી.આઈ. પર ચોતરફ રોષ જોવા મળી રહ્યો છે.
પાનના ગલ્લે ઊભેલા નિર્દોષ યુવાનને બેરહેમીપૂર્વક ઝૂડી નાંખ્યો : લોકોમાં રોષ

Recent Comments