વાપી, તા.૩૦
વાપી જીઆઈડીસી વિસ્તાર જે વાપી નોટીફાઇડ એરિયા કહેવાય છે. આ વિસ્તારમાં જી.આઈ.ડી.સી. અને અહીંના વિકાસ કાર્યો માટે ગુજરાત સરકાર તરફથી જી.આઈ.ડી.સી. ઓફિસ દ્વારા કામગીરી કરવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિગમના અધિકારીઓને પ્રજાના ટેક્ષના નાણાંની કોઈપણ પ્રકારની પરવા નથી.
સરકાર દ્વારા નોટીફાઇડ એરિયા માટે કરોડો રૂપિયાના ફંડની જોગવાઈઓ મુજબ રકમ ફાળવવામાં આવે છે. પરંતુ આવેલ પ્રજાના રૂપિયાનો કેવો વહીવટ અધિકારીઓ કરી રહ્યા છે તે કામગીરીનો રિપોર્ટ ગુજરાત ટુડેના પત્રકાર જ્યારે રૂબરૂમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, અગ્રવાલ પેપર મિલથી સરદાર ચોક ફાયર બ્રિગેડ તરફ જતો રોડ જે બિલકુલ સરસ અને મજબૂત બનેલ છે અને હાલમાં આ રોડ હજુ પણ ૨ વર્ષ સુધી મજબૂત હોવાથી કોઈ પણ પ્રકારની વાહન ચાલકો માટે પરેશાની નથી. પરંતુ પ્રજાના ટેક્ષના મહેનતના રૂપિયાનો વ્યય કરવો તે જી.આઇ.ડી.સી. વહીવટ વિભાગમાં શીખવા જેવું છે !! પરંતુ હાલમાં તે રસ્તાને ખોદીને નવો રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી છે. જે જોતા તેવું લાગી રહ્યું છે કે રસ્તાઓ માટે આવેલ ફંડ પણ જીઆઇડીસી વિસ્તારમાં ગેરકાનૂની રીતે બિલકુલ ખોટી જગ્યાએ વપરાય રહ્યું છે ? અને તેમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે ત્યાંથી પસાર થતા નાગરિકો તથા તે વિસ્તારમાં વસતા નાગરિકોને તે વાતનું આશ્ચર્ય થાય છે કે આટલો સરસ રસ્તો હોવા છતાં પણ આ રસ્તો પાછો કેમ બનાવવામાં આવી રહ્યો છે ?
જો જીઆઇડીસી પાસે રસ્તાના કામમાં વાપરવા માટે વધારાનું વાપરવા માટે ફંડ છે જીઆઇડીસી વિસ્તારમાં એવા કેટલાય રસ્તાઓ છે જેને રીપેરીંગ માટે તથા કાચા રસ્તાને પાકો બનાવવાની જરૂર છે.
જી.આઇ.ડી.સી. વિસ્તારોમાં જ્યાં નાગરિક વસાહતો આવેલ છે ત્યાં આ અધિકારીઓ અને રૂબરૂમાં તપાસ કરીને ત્યાં વસતા ગરીબ વર્ગના, મજદૂરો માટે જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ આપવા માટે આ ફંડ વાપરવાની જરૂર છે જેથી પ્રજાના ટેક્ષના મહેનતના રૂપિયાનો સદુપયોગ થયેલો ગણાય. ગુજરાત ટુડેનાં પત્રકારે સ્થળે ફોટા સાથે આ માહિતીને ઉજાગર કરી છે કે આ અધિકારીઓ જે સારો રસ્તો છે તેને તોડીને નવો બનાવવાની કામગીરી થઇ છે. તે ચોક્કસ વિચારવા લાયક પોઇન્ટ છે ??? પ્રજાના નાણાનો ધુમાડો અને તેનો બેદરકારીપૂર્વક નુકશાન કરનારા અધિકારીઓની સામે માહિતી માંગીને પ્રજાનો નાણાંનો દુરૂપયોગ ન થાય તે બાબતે વાપીના રાજનેતાઓએ જાગૃત થવાની જરૂર છે !!!