(એજન્સી) ઈસ્લામાબાદ, તા.૩
પાકિસ્તાની સરકાર અને કટ્ટરપંથી ઈસ્લામવાદીઓની વચ્ચે મંત્રણા પછી એક ખ્રિસ્તી મહિલા દ્વારા નિંદા કર્યા બાદ તેને મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો હતો અને ૮ વર્ષ પછી પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક નિર્ણયમાં ઈશનિંદાની આરોપી એક મહિલાની ફાંસીની સજા રદ કરી તેને મુક્ત કરી દીધી છે. ૪૭ વર્ષીય આશિયાબીબીને પોતાના પાડોશીઓ સાથે વિવાદ દરમિયાન ઈસ્લામનું અપમાન કરવાના આરોપમાં ર૦૧૦માં દોષી જાહેર કરવામાં આવી હતી. તે હંમેશા પોતાને નિર્દોષ બતાવતી હતી. જો કે પાછલા આઠ વર્ષમાં તેણે પોતાનો વધુ પડતો સમય જેલમાં એકાંતમાં વીતાવ્યો છે. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આ નિર્ણયની વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. ઈસ્લામી રાજકીય પાર્ટી તહેરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (ટીએલપી) અને દેશના વિવિધ ભાગોમાં મુખ્ય ધોરીમાર્ગો અને રસ્તાઓ બંધ કરી પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. ડોન ન્યુઝના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તહરીકે-લબ્બૈક પાકિસ્તાનના પ્રમુખ ખદીમહુસૈન રિઝવી સાથે જોડાયેલા એક ટ્‌વીટર એકાઉન્ટમાં લખવામાં આવ્યું છે કે, સરકાર સાથેની ચર્ચા સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. ટ્‌વીટ મુજબ મંત્રણામાં સરકારના પ્રતિનિધિઓ અને સુરક્ષા એજન્સીઓએ ભાગ લીધો હતો. આયશાના ભાઈ જેમ્સ માસિદે જણાવ્યું કે, તેમને એક અજાણ્યા સ્થળે રાખવામાં આવી હતી. તેમને સુરક્ષા કારણોસર ત્યાં રાખવામાં આવી હતી. તેમને ઔપચારિક રીતે મુક્ત કરવાની રાહ જોઈ રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, બીબી હવે પાકિસ્તાનમાં સુરક્ષિત નથી. તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી અને તે ટૂંક સમયમાં દેશ છોડી દેશે જો કે તે ક્યાં જશે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ ફ્રાંસ અને સ્પેન બંનેએ શરણની રજૂઆત કરી છે. ઐતિહાસિક નિર્ણય બાદ કટ્ટરપંથી ઈસ્લામવાદીઓએ રસ્તાઓ બંધ કરી સરકાર પર દબાણ નાખવા વાહનોને આગ ચાંપી દીધી છે જેથી બીબીની એક અજ્ઞાત કસ્ટડી સુવિધાથી મુક્ત કરવાને રોકી શકાય.
કરાંચીમાં અનેક સ્થળોએ પ્રદર્શનકારીઓએ ટાયર પણ સળગાવ્યા છે. આ મામલાની વિરૂદ્ધ વધતા પ્રદર્શનોને જોતા પાકિસ્તાનની પંજાબ સરકારે સંપૂર્ણ વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે અને લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આયશા બીબીના પતિ આશિક મસિહ ઓક્ટોબરના મધ્યમાં પોતાના બાળકોની સાથે બ્રિટન પરત ફરી ગયા હતા અને તેમની પત્નીની રાહ જોઈ રહ્યા છે. બીબી ટૂંક જ સમયમાં મુક્ત થયા પછી દેશ છોડવાની યોજના બનાવી રહી છે. તેમના જમાઈ નદીમે જણાવ્યું કે, પાકિસ્તાની અધિકારીઓ અથવા બહારથી કોઈએ પણ અમારી સાથે સંપર્ક સાધ્યો નથી. નિર્ણય બાદ તેમના વકીલે જણાવ્યું કે, નિર્ણયથી જાણવા મળે છે કે ગરીબો, લઘુમતીઓ અને સમાજના નીચલા વર્ગોમાં તેની અછત છતાં આ દેશમાં ન્યાય થઈ શકે છે.