(એજન્સી) તા.૧
કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે.સી.વેણુગોપાલે શુક્રવારે જાહેરાત કરી હતી કે ભાજપને પરાજય આપવા માટે કોંગ્રેસ અને જેડી(એસ) આવનારી લોકસભા ચૂંટણીમાં ગઠબંધન કરશે. તાજેતરની પેટાચૂંટણીના પરિણામોની ઉત્સાહિત થઈને આ ગઠબંધન વિશે નિર્યણ લેવામાં આવ્યો હોવાની શક્યતા છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે કોંગ્રેસ-જેડી(એસ)એ કેબિનેટના વિસ્તરણ અને ખાતાઓની ફાળવણી વિશે અંતિમ સમજૂતી કરી લીધી છે. નાણામંત્રાલય જેડી(એસ) પાસે જશે. કોંગ્રેસે નાણા મંત્રાલય જેડી(એસ)ને આપી દીધું હતું પરંતુ ગૃહ મંત્રાલય અને બેંગ્લોર વિકાસ મંત્રાલય પોતાની પાસે રાખ્યા હતા. કુમારસ્વામીએ કહ્યું હતું કે ૬ જૂનના દિવસે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે.