(સંવાદદાતા દ્વારા) રાજુલા, તા.૪
આજ રોજ કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતો માટે ૧૪ ચીજ-વસ્તુઓ ઉપર ટેકાના ભાવમાં વધારો કર્યો છે, જે ભાજપ સરકારની ૨૦૧૪ના વાયદામાં કહ્યું હતું કે, પાક.ના દોઢ ગણા ભાવ અમે આપીશું તે વાયદો હવે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે તેમને જૂના વાયદા યાદ આવ્યા અને આજરોજ તેમને ખેડૂતોની મશ્કરી કરવાની નિમ લીધી હોય તેમ માત્ર ૫%થી લઈને ૧૫ % સુધીનો વધારો કર્યો છે તે પણ ખેડૂતોની પડતર પ્રમાણે નહીં ખરેખર મોદી ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલાં અમરેલી આવ્યા ત્યારે અમરેલી ખાતે સભામાં કહ્યું હતું કે, ખેડૂતોને પોતાની આવક બમણી કરી આપીશું અને આ વચનના આધારે ૨૦૧૪માં મોદીને ખોબલેને ખોબલે મત આપીને ગુજરાતની તમામ સીટો ઉપર ભાજપને સરકાર બનાવવા માટે ગુજરાતનો સિંહ ફાળો રહ્યો હતો, પણ ચાર વર્ષે જ્યારે આજ તેમને પોતાનું વચન પાળવાનું થયું ત્યારે તેમની પાસે ખેડૂતોની પડતર કિંમતોના આંકડા પણ નથી અને આજે મીડિયા સમક્ષ દેશ ના ગૃહમંત્રી એવા રાજનાથસિંહનું નિવેદન હતું કે, ખેડૂતોની સાચી કિંમત મળતી નથી અને નિવેદન આપે સે કે અમે ટેકાના ભાવમાં ૫૦%નો વધારો આપીએ છીએ,જે સરકાર પાસે ખેડૂતોની પડતર કેટલી થાય છે તે પડતરની ખબર નથી અને ખેડૂતોને બમણાના સપના દેખાડી રહી છે, હજી થોડાક દિવસો પહેલા મોદીજી પોતાના એફબી ઉપર લાઇવ થઈને દેશભરના ખેડૂતોને સંબોધન કરી રહ્યા હતા ત્યારે મોદીએ કહ્યું હતું કે, ખેડૂતે પકવેલ પાકને ખેડૂતોની જમીન વળતર સાથે દવા, બિયારણ અને તેમને પકવતા તમામ ખર્ચ ભેળવી ને જે પડતર આવે તેમાં તેમની ૫૦% નફો ભેળવી ને ખેડૂતો ના પાક ના ટેકા ના ભાવ નક્કી થશે,અને સ્વામીનાથન રિપોર્ટ ના આધારે પણ ભાવ નક્કી કરીશું પણ સાહેબ ના વાયદા આજ ફરી વખત ખેડૂતો ની માટે એક લોલીપોપ સાબિત થયા છે. ખેડૂતોને અબુધ સમજી રહેલી સરકારને સમજી જવું જોઈએ કે, આ જ અબુઘોને હિસાબે દેશ ચાલી રહ્યો છે પણ જ્યારે આ જગત નો તાત પોતાનો હાથ ઊંચો કરી લેશે તો દેશ આખો ભૂખ્યો રહેશે,જે ૧ જૂન થી ૧૦ જૂન ના આંદોલન માં ખેડૂતો એ સાબિત કરી દીધું હતું કે અમે પણ તમારા બાપ છીએ.