(એજન્સી) લંડન, તા.૧૭
લંડનમાં મેટ્રો રેલવે સ્ટેશને થયેલા બોમ્બ ધડાકામાં સામેલ બીજો શકમંદ ગત રાત્રે પોલીસે ઝડપી લીધો હતો. તેને ત્રાસવાદી ધારા હેઠળ પકડ્યો હતો. હવે બે શકમંદોને તેમના બોમ્બ ધડાકામાં શંકાસ્પદ ભૂમિકા માટે કસ્ટડીમાં ધકેલાયા છે. જેમાં ર૯ લોકોનાં મોત થયા હતા. બ્રિટનમાં ખૂબ જ ખતરનાક સ્તરે પહોંચી ગયું હતું. તંત્ર બીજા હુમલાની તૈયારીને માની રહ્યું છે. શનિવારે ડોવરબંદરેથી ૧૮ વર્ષના યુવકને પકડ્યો હતો. સનબરી ખાતે શસ્ત્રોની શોધ માટે મોટાપાયે ઝુંબેશ હાથ ધરાઈ હતી.