(એજન્સી) લંડન, તા.ર૩
લંડનના બેકર સ્ટ્રીટ સ્ટેશન પર રાહ જોઈ ઉભેલી મુસ્લિમ મહિલા પર અચાનક એક અજાણ્યા શખ્સ દ્વારા હુમલો કરી મહિલાનો હિજાબ કાઢી તેની મિત્ર સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો. યુકેમાં અત્યાચાર સુધીની આ બીજી ઘટના બની હતી જ્યાં મુસ્લિમ મહિલા સાથે કથિત વ્યવહાર કરવામાં આવ્યું. આ મહિલાની ઓળખ અનીસો અબ્દુલકાદીર તરીકે થઈ હતી. અનીસો અબ્દુલકાદીરે ટ્‌વીટર પર તેનું ફોટો પોસ્ટ કરી લખ્યું હતું કે આ વ્યક્તિએ બેકર સ્ટેશન નજીક જબરદસ્તી મારૂં હિજાબ કાઢી નાંખ્યું હતું. જ્યારે મેં મારો હિજાબ પાછો માગ્યો ત્યારે તેણે મારી પર હાથ ઉઠાવ્યો અને મારી મિત્ર સાથે પણ દુર્વ્યવહાર કરી તેને પણ ધક્કો મારી તેની પર થૂક્યો હતો. બ્રિટીશ ટ્રાન્સપોર્ટ પોલીસના જણાવ્યાનુસાર અનીસોએ દાવો કર્યો હતો કે એ માણસે મને માર માર્યો અને મારી લાગણીઓ દુભાવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આવું વર્તન ખરેખર અસ્વીકાર્ય છે અને આવા વ્યવહારને સહન કરવામાં આવશે. આ ઘટનાની વધુ તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યાનુસાર આરોપી પાવેલ ઉઝકીવેકે તમામ આરોપો નકાર્યા હતા, તેણે કહ્યું કે આ તમામ આરોપો ખોટા છે મેં આવું કશું જ કર્યું નથી, હું જ્યારે સ્ટેશન પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ પરિસ્થિતિને શાંત કરવા બંનેને અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીની ઓળખ કરી હતી જેમાં સ્પષ્ટ રીતે પાવેલની ઓળખ થઈ રહી છે, જેમાં આરોપીએ મહિલાને હિજાબ ખેંચી તેની સામે દુર્વ્યવહાર કરતાં સ્પષ્ટ દર્શાવી રહ્યું છે.