(એજન્સી) કરાચી, તા. ૨૨
પાકિસ્તાનના કરાચીમાં લૂ લાગતા છેલ્લા ત્રણ દિવસમાં ઓછામાં ઓછા ૬૫ લોકો માર્યા ગયા છે. કરાચીમાં પારો ૪૪ ડિગ્રીએ પહોંચી ગયો છે. સામાજિક કલ્યાણ સંગઠન ઇધી ફાઉન્ડેશનના પ્રમુખ ફૈસલ ઇધીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા ૧૧૪ શબ ફાઉન્ડેશનના મડદાઘરમાં લાવવામાં આવ્યા છે, જે પૈકી ૬૫ લોકો લૂને કારણ માર્યા ગયા છે. ઇધીએ જણાવ્યું કે મોટાભાગના પીડિતોનું સમયસર તબીબી સારવાર નહીં મળવાને કારણે પોતાના ઘરે જ મૃત્યુ નીપજ્યું હતું. મૃતકોમાં એક છ વર્ષનું બાળક અને ૭૮ વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. જો કે, શહેરના આરોગ્ય અધિકારીઓએ આ દાવો ફગાવી દીધો છે. પાકિસ્તાનના હવામાન વિભાગે લૂની ચેતવણી જારી કરી હતી અને જણાવ્યું હતું કે આખા સપ્તાહમાં તાપમાન ૪૦-૪૩ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. સ્થાનિક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે કરારીના મેયર વસીમ અખ્તરે લોકોને લૂથી બચવા માટે દિવસે બહાર નહી ં નીકળવાની સલાહ આપી છે.