નવીદિલ્હી,તા. ૧૪
દિલ્હી પોલીસની ટીમે ૨૫ વર્ષીય યુવતીની સાથે વારંવાર બળાત્કાર ગુજારવાના આરોપ બાદ જાતે બની બેઠેલા બાબા દાતી મહારાજની સામે લુકઆઉટ સરક્યુલર જારી કરી દેતા તેમની સામે હવે સકંજો મજબૂત થઇ રહ્યો છે. જિલ્લા પોલીસે આ મામલાની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપી દીધી છે. પોલીસનું કહેવું છે કે, મહિલાએ બાબા દાતી મહારાજની સામે દક્ષિણ દિલ્હીમાં ફતેપુર બેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાએ પોલીસને કહ્યું છે કે, તે બાબાની એક દશકથી શિષ્ય તરીકે રહી હતી પરંતુ દાતી મહારાજ અને તેના બે શિષ્યો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યા બાદ તે પોતાના ગૃહ પ્રદેશ રાજસ્થાન પરત ફરી હતી. પોલીસનું કહેવું છે કે તે મેજિસ્ટ્રેટની સમક્ષ નિવેદન દાખલ કરાવી ચુકી છે. જાતે બની બેઠેલા બાબા દેશ છોડીને ફરાર ન થાય તે માટે લુકઆઉટ સરક્યુલર જારી કરવામાં આવ્યું છે. યુવતીએ પોલીસને એમ પણ કહ્યું છે કે, આશરે એક દશકથી તે મહારાજની અનુયાયી તરીકે રહી છે પરંતુ મહારાજ અને તેના લોકો દ્વારા વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યા બાદ તે પોતાના વતન પરત ફરી હતી. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, બાબાની અન્ય એક મહિલા અનુયાયી તેને મહારાજના રુમ સુધી મુકતી હતી. બળજબરીપૂર્વક તેને મકાનમાં મુકી દેતી હતી. ઇન્કાર કરવામાં આવતા ધાકધમકી આપવામાં આવતી હતી. ભોગ બનેલી ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કરવાની ધમકી પણ આપવામાં આવતી હતી. આશરે બે વર્ષ પહેલા આશ્રમમાંથી તે ફરાર થઇ ગઇ હતી. લાંબા સમયથી તે ટેન્શનમાં ગ્રસ્ત હતી. ટેન્શનમાંથી બહાર નિકળ્યા બાદ પોતાના માતા-પિતાને આ સંદર્ભમાં વાત કરી હતી. પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. બીજી બાજુ રેપના મામલામાં આક્ષેપો થયા બાદ દાતી મહારાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
દાતી મહારાજની સામે હવે લુકઆઉટ સરક્યુલર જારી

Recent Comments