જૂનાગઢ, તા.૧૮
જૂનાગઢ તાલુકાના માખિયાળા ખાતે રહેતા શાંતાબેન લવાભાઈ ગજેરા (ઉ.વ.૭૦)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે ચાર અજાણ્યા શખ્સો ફરિયાદીના ઘરે ચોરી કરવા આવેલ તે દરમિયાન ફરિયાદી તથા તેના પતિ લવાભાઈ રાઘવભાઈ ઉઠી જતાં અજાણ્યા શખ્સોએ બંનેને લાકડી વડે માર મારી ફરિયાદીએ કાનમાં પહેરેલ બૂંટી તથા વારી નંગ-૩ દોઢ તોલાની રૂા.૩પ હજારની કિંમતની તથા ફરિયાદીના પતિના રોકડ રૂા.૪ હજાર મળી કુલ રૂા.૩૯ હજારની લૂંટ ચલાવી નાસી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.કે. ગઢવી વધુ તપાસ ચલાવી રહ્યા છે.