લુણાવાડા, તા.ર૧
બાલાશિનોરમાં વૃદ્ધા પર બળાત્કાર કરી ગળું દબાવી હત્યા કરી ઘરમાંથી દાગીના સહિતની લૂંટ ચલાવવાના બનાવમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
બનાવની વિગત અનુસાર બાલાશિનોરના ટાઉન ગોલવાડ વિસ્તારમાં રહેતા વૃદ્ધા એકલવાયું જીવન ગુજારતા અને મહોલ્લામાં ટીફીન બનાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા ત્યારે ગત તા.૧૭-૮-૧૯ના રોજ અજાણ્યો ઈસમ તેમના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને તેમનું ગળું દબાવી બળાત્કાર ગુજારી ઘરમાંથી દાગીના તથા મોબાઈલની લૂંટ ચલાવી હત્યા કરી નાસી છૂટ્યો હતો. આ હત્યાનો ભેદ ઉકેલવા પોલીસની અનેક ટુકડીઓ કામે લાગી હતી તથા ઘટનાસ્થળ આસપાસના ટીવી ફુટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં આરોપી તા.૭/૮/૧૯થી વૃદ્ધાના ઘરની આસપાસના વિસ્તારની રેકી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં ગોલવાડ વિસ્તારમાં રહેતો ગુલામ મોહ્યુદ્દીન ઈકબાલ શેખ હોવાનું જાણવા મળેલ જેથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી નિશાળ ચોકમાંથી ઝડપી પાડ્યો હતો અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.