Gujarat

એક જ રાતમાં પાંચ સ્થળોએ લૂંટ કરી હાહાકાર મચાવનાર ગેંગના છ સભ્યો ઝડપાયા

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૪
શહેરના ખટોદરા પોલીસ મથકની હદ વિસ્તારમાં એક જ રાતમાં પાંચ પાંચ લૂંટની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી. આજે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પોલીસની આબરૂ બચાવી લીધી હતી. એક જ રાતમાં પાંચ લૂંટને અંજાણ આપનારી ગેંગના છ શખ્સોને પોલીસે પકડી પાડી તમામ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા. હાલ તો પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી કુલ ૧.૧૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
ક્રાઇમ બ્રાંચ પોલીસમાં ફરજ બજાવતા હેે. કો. શૈલેષ રાધેબિહારી અને પો. કો. મનોજ તુકારામ ગતરોજ પેટ્રોલિંગમાં હતા. ત્યારે તેમને બાતમી મળી હતી કે, ખટોદરામાં એક જ રાતમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપી પાંડેસરા પત્રકાર લોકોની સર્કલ પાસેથી પસાર થવાના છે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વોચ ગોઠવી વિશાલ ઉર્પે તાવડે યોગેન્દ્ર ઠાકુર (રહે. મા દુર્ગા સોસાયટી, સચિન), મનિશસિંગ ઉર્ફે અતુલ સૂલપ્રતાપસિંગ રાજપૂત (રહે. હરિઓમ નગર, પાંડેસરા), સત્યમ રામપ્રિત પાંડે (રહે. ઇકો પોઇન્ટ, શિવ સોમેશ્વરસ અલથાણ), સોનુ ઉર્ફે ચાટુ વિજયકુમાર કુર્મી પટેલ (રહે. છત્રપતિ શિવાજી નગર, પાંડેસરા), રાજ ઉર્ફે દેવા ઉદયભાન રાજેન્દ્રસિંગ રાજપૂત (રહે. સુખીનગર, પાંડેસરા) અને અન્ય એક બાલકિશોર સહિત છ ને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામની અંગજડતી લેતા તેમની પાસેથી રોકડા રૂપિયા ૧૩,૧૦૦ તથા જુદી-જુદી કંપનીના કુલ નવ મોબાઇલ મળી આવ્યા હતા. પોલીસે આ મુદ્દામાલ અંગે કડકાઇથી પૂછપરછ કરતા તેઓએ એક દિવસમાં પાંચ લૂંટની ઘટનાને અંજામ આપી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે તમામની ધરપકડી કરી હતી. ક્રાઇમ બ્રાંચ પોલીસના હાથે પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે, ગત તા. ૨૨-૧૧-૨૦૧૮ના રોજ રાત્રે ૧૨ થી સવારે ૫ વાગ્યાના સમયગાળા દરમિયાન તેઓએ બમરોલી ખાદીના પુલ પાસે પાશ્વનાથ માર્બલની દુકાન સામે સાયકલ પર ખમણ વેંચતા ઇસમને રોકી ચપ્પુના ઘા માર્યા હતા. આ દરમિયાન એક રિક્ષા ચાલક બચાવવા વચ્ચે આવતા તેને પણ ચપ્પુના ઘા ઝીંકી મોબાઇલની લૂંટ કરી હતી. આ ઉપરાંક અણુવ્રત દ્વાર પાસે એક ઇસમને રોકી ચપ્પુના ઘા મારી રોકડા રૂપિયા બાર હજારની લૂંટ કરી હતી. હળપતિવાસ કરિયાણાની દુકાન સામે એક ઇસમે રોકી તેની પાસેથી રોકડા રૂપિયા ૧૦૦ અને કપડા ભરેલી બેગની લૂંટ કરી ઙતી. ત્યારબાદ ભટાર મમતા ક્લિનિક સામે એક ઇસમને રોકી રોકડા રૂપિયા ૩૫૦૦ અને મબાઇલની લૂંટ કરી હતી. આ તમામ ઘટનાઓને અંજામ આપવા માટે તેઓ ખોડિયાર નગર સોસાયટીમાં મકાન નંબર ૪૭ સામેથી એક ડ્રિમ યુગા બાઇકની ચોરી કરી હતી.
બાળકિશોરના જન્મદિવસની ઉજવણી કરવા રાહદારીઓને લૂંટવાનું નક્કી કર્યું હતું
પોલીસે કુલ છ આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરતા વધુમાં જાણવા મળ્યું હતું કે, છ પૈકી સૌથી નાની ઉંમરના અને બાળકિશોર આરોપીનો ગત તારીખ ૨૨-૧૧-૨૦૧૮ના રોજ જન્મદિવસ હતો. આ જન્મદિવસની ઉજવણી માટે રાત્રે બધા ભેગા થયા હતા. રાત્રે બાળકિશોરના જન્મદિવસની ઉજવણી કરી રાહદરીઓને લૂંટવાનું નક્કી કરી એક પલ્સર તથા એક એક્ટિવા બાઇક પર તેઓ નિકળ્યા હતા. રસ્તામાં એક્ટિવા બાઇકનું પેટ્રોલ પુરૂં થઇ જતા તેઓએ બાઇકની ચોરી કરી હતી. વધુમાં તમામ હરવા ફરવાના અને ખાવા પીવાના શોખીન હોવાના કારણે પોતાના મોજશોખ પુરા કરના માટે ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી. લોકોને લૂંટી લીધા બાદ તમામ ભેગા થતા હતા અને બાદમાં જે રકમ આવે તે સરખે ભાગે વેંચી લેતા હતા અને બાદમાં પોતપોતાની રીતે મોજશોખ કરતા હતા. હાલ તો પોલીસે તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratReligion

    તરાવીહની નમાઝ પઢી બહાર આવતા મુસ્લિમ ભાઈઓને ચા પીવડાવતા કોમી એકતાની જ્યોત પ્રજ્વલિત બની

    વઢવાણમાં હિન્દુ યુવાન મનોજનું…
    Read more
    Gujarat

    ધોળકામાં જુગારની રેડમાં પકડાયેલા આરોપીનું મોત થતાં હોબાળો : સિવિલમાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાયું

    અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ જીઁ ધોળકા…
    Read more
    GujaratReligion

    ગનીભાઈ વડિયાએ કોમી એકતા મહેકાવી આણંદપુરના મુસ્લિમ બિલ્ડરે ગામની ૧૦૦ હિન્દુ મહિલાઓને ધાર્મિક યાત્રા કરાવી

    સુરેન્દ્રનગર, તા.૧૮ચોટીલા તાલુકાના…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.