(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.૩૦
અંકલેશ્વર તાલુકાના છેવાડાના ગામ ઉંટીયાદરા ગામની પી.જી.ગ્લાસ કંપની ના ત્રણ સિક્યુરિટી ગાર્ડની હત્યા અને લૂંટના ચકચારી ગુનામાં ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે સુરતના અમરોલી વિસ્તાર માંથી પાંચ આરોપીઓની અટકાયત કરી છે તેમજ અન્ય આરોપીઓ ને ઝડપી પાડવાની કવાયત હાથધરી છે.
અંકલેશ્વર તાલુકાના ઉંટીયાદરા ગામની સીમમાં આવેલ પી.જી.ગ્લાસ કંપનીમાં થયેલ સિક્યુરિટી ગાર્ડના ટ્રિપલ મર્ડર સાથે લૂંટના ચકચારી બનાવ બાદ વડોદરા રેન્જ આઈજી અભય ચુડાસમા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ એ ઘટના સ્થળની મુલાકાત લઈ ગુનાનો ભેદ ઉકેલવાની કવાયત હાથધરી હતી. જેમાં ડૉગ તેજી એ કંપની માંથી નીકળી બાજુમાં આવેલ શેરડીના ખેતરમાં પાણી ન બોટલો અને હોટલના પ્લાસ્ટીકના ટીનના ડબ્બા શોધી કાઢતા આસપાસના ગામોમાં ટેકનીકલ સર્વેલન્સ અને હ્યૂમન ઈન્ટેલીજન્સની મદદ થી અજાણયા આરોપીઓ સુધી પહોંચવા પ્રયત્ન કરાયા હતા.તે દરમ્યાન એલ.સી.બી ની ટીમ ને અજાણ્યા આરોપીઓ કોસાડ અમરોલી સુરત ના હોવાની બાતમી મળતા તેના આધારે પાંચ આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ અને ક્રોસ ઈન્ટ્રોગેશન કરવામાં આવતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
કંપનીની રેકી કરી લૂંટના ઈરાદા સાથે લાકડીઓ, ધારીયા, પાઈપો, ત્રણ દેશી તમંચા, કાર્ટીઝ અને બે વાહનો સાથે આરોપીઓ એ કંપની પર ત્રાટક્યા હતા. તે સમયે સિક્યુરિટી જવાનો એ સામનો કરતા તેઓને ઢોરમાર મારી મોબાઈલો ઝૂંટવી, કપડાં કાઢી લઈ સિક્યુરિટી કેબીનમાં પુરી કંપની માંથી મોટર, બેટરીઓ, કેબલ વાયરો વાહનોમાં ભરી ફરાર થઈ ગયા હોવાની આરોપીઓની કબૂલાતમાં બહાર આવતા પોલીસે ૭૫ હજારના વાહનો, દેશી તમંચા સહિત કુલ ૧,૦૬,૦૦૦ ના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓ નો અટકાયત કરી બાકી રહેલા આઠ આરોપીઓ અને મુદ્દામાલ મેળવવા પોલીસ રીમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ કરી છે. ચન્દ્રપાલ, સુનીલ, અનીલભાઇ ઉર્ફે અન્નો ભુજંગરાવ દોતોંડે, અંકુર ઉર્ફે ગટીયો કલ્યાણભાઇ સોલંકી, દિવ્યેશકુમાર ઉર્ફે ડી.સી. ની ધરપકડ કરવામાં આવી છે જ્યારેે લાલો, ટકો, નીતીષ ઉર્ફે કાળીયો, અગ્નેશ ઉર્ફે મુંડીયો, અંકુરનો ભાણેજ જમાઇ પરેશ, અંકુરનો સાળો કરૂણીયો, કાલુ, મનીયોનેે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે,