માળીયા મિંયાણા, તા. ર૮
માળીયા મિંયાણાના હળવદ હાઇવે પર સ્ત્રી વેશ ધારણ કરી ટ્રક ચાલકોને લૂંટી લેતી તેમજ તાજેતરમાં એક ડ્રાઈવરને મારમારી ખૂન કરી લૂંટ કરનાર ડફેર ગેંગના બે સાગરીતો ઝડપાયા બાદ માળીયા પોલીસે વધુ બે ડફેર શખ્સોને ઝડપી લેવામાં સફળતા મેળવી છે પ્રાપ્ત વિગત મુજબ તા.૧૫ મેના રોજ માળીયા મિંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ત્રીનો વેશ ધારણ કરી ટ્રક ચાલકોને લૂંટી લેવાના તથા ટ્રક ચાલકને માર મારી ખૂન કરી લૂંટ કરવાના બે બનાવો બનવા પામેલ જે ગુનામાં અગાઉ પકડાયેલ આરોપીમાં ડફેર ગેંગના માણસોના નામ ખુલવા પામેલ હતા આ બનાવ અતિ ગંભીર હોય જેના અન્ય આરોપીઓ તાત્કાલિક શોધી કાઢવા માટે સુચના મળતા માળીયા પોલીસે અન્ય બે ડફેરો શખ્સોની ગાંગડ ગામ તથા રેથલ ગામ તા.સાણંદ થી દબોચી લઈ ધરપકડ કરવામાં આવેલ છે વધુમાં માળીયા પોલીસે આરોપી લાલાભાઈ કાવાભાઈ ડફેર ઉ.વ.૨૧ રહે. ગાંગડ તા.બાવળા જિલ્લો. અમદાવાદ તથા અકબરભાઈ સુમારભાઈ ડફેર રહે રેથલ તા. સાણંદ.ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આ કાર્યવાહીમાં પીએસઆઈ જે.ડી.ઝાલા પો.હેડ.કોન્સ રમેશભાઈ મહાદેવભાઈ ગોહિલ પો.કોન્સ ભરતભાઈ ઘેલાભાઈ જીલરીયા પો.કોન્સ શક્તિસિહ કિશોરસિહ જાડેજા પો.કોન્સ ખાલીદખાન રકિકખાન તથા પો.કોન્સ શૈલેષકુમાર બાબુભાઈ સાહિતનાઓએ ટીમ બનાવી ડફેર ગેંગના સાગરીતોને ઝડપી લેવાની કાર્યવાહી કરવામા આવી હતી.