(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૮
શહેરના પાંડેસરા વિસ્તારમાં વર્ષ ર૦૦૮નો ચક્રચારિત મર્ડર કેસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપને સફળતા મળી છે. મિત્રની પત્નીની હત્યાની સોપારી લઇ હત્યા કરી કાન કાપી નાંખ્યા હતા. લૂંટ વીથ મર્ડરના કેસમાં ૩૨૮૫ દિવસમાં ૭૪૩ કિ.મી. સુધી ભાગતો રહીને અંતે પત્નીને મળવા માટે કામરેજ આવતા સોપારી ક્લિરને બાતમીને આધારે પકડી પાડ્યો હતો.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૦૮માં પતિએ પત્નીની પ૦ હજાર રૂપિયામાં સોપારી આપી હતી. આ સોપારી સોનુ મેડિકલ સ્ટોરના માલિક ઘનશ્યામ ઉર્ફે ઘનો હરી નાકરાણીએ લીધી હતી અને તેણે તેને એક મિત્ર નિશાર અને અન્ય તેના એક મિત્રએ મળીને ચંદુ ચાવડાની પત્ની ચંદ્રીકાની હત્યા કરી બાદમાં તેનો કાન કાપી નાંખીને સોનાની બુટ્ટી લૂંટી પણ ગયા હતા. આ ચકચારી કેસમાં અગાઉ મહિલાનો પતિ તેમજ બે હત્યારાની ઉધના પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે સોપારી ક્લિર ઘનશ્યામ ઉર્ફે ઘનો હરી નાકારાણી ભાગતો ફરતો હતો. છેલ્લા નવ વર્ષથી સોપારી ક્લિર ભાવનગરમાં વતનમાં, વ્યારા સોનગઢ, સાસરીયા, રાજપીપળા અને રાજપારડીમાં ભાગીદારીમાં ધંધો કરવા તેમજ કામરેજ ખાતે પત્નીને મળવા માટે અવરનવર આવતો હતો. રાજપીપળામાં તે ભાગીદારીમાં હોલસેલરમાં એલઇડીનો વેપાર ચોરી છુપીથી વેચાણ કરતો હતો.