વડોદરા, તા.ર૯
રેગિંગના મુદ્દે ફરિયાદ કરવા માટે ગયેલી વિદ્યાર્થીનીઓ ઉપર એસિડ ફેકવાની ધમકી આપતા સમગ્ર યુનિવર્સિટીમાં ભારે હડકંપ મચી જવા પામ્યો હતો. જો કે, આ મુદ્દાને કારણે રેગિંગનો મુદ્દો બાજુ ઉપર રહી ગયો હતો અને પઠાણ ગ્રુપની ઉપર તમામની નજર આવીને થોભી ગઈ હતી. ઉપરાંત સ્ટુડન્ટ યુનિયનની વી.પી. સલોની મિશ્રાએ પઠાણ ગેંગ ઉપર લવ-જેહાદનો આરોપ પણ લગાવતા મામલો વધારે પેચીદા બન્યો હતો. ઉપરાંત યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. જેનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી પઠાણ ગ્રુપના સભ્યોના રીઝલ્ટ અટકાવી દેવાયા છે. બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર બે દિવસ પહેલા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રેગિંગની ખોટી ફરિયાદ નિર્ભય મિશ્રા દ્વારા કરવામાં આવતા તેનો વિરોધ કરવા માટે સ્ટુડન્ટ યુનિયનની વી.પી. સલોની મિશ્રા અને તેના સાથી મિત્રો સાથે યુનિવર્સિટીના સત્તાધિશોને આ મુદ્દે ફરિયાદ કરવા માટે પહોંચી હતી. જો કે, નિર્ભય મિશ્રા પઠાણ ગ્રુપનો સભ્ય હોવાથી ઘટનાની જાણ પઠાણ ગ્રુપને થતા ગ્રુપના ૮ સભ્યો યુનિ.ની હેડ ઓફિસ ખાતે દોડી આવ્યા હતા અને સલોની મિશ્રા અને શ્રેયા ગાંધી પર એસિડ ફેંકી દેવાની ધમકી આપ્યા બાદ સલોની અને શ્રેયાએ ઘટનાની જાણ યુનિવર્સિટીના સત્તાધીશોને, સયાજીગંજ પોલીસ મથકે અને ડી.સી.પી. ક્રાઈમને જાણ કરતા ગણતરીના કલાકોમાં સયાજીગંજ પોલીસે પઠાણ ગ્રુપના સભ્યોની ધરપકડ કરી હતી. જો કે, તમામ સભ્યોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. જેમાં બીજા દિવસે સલોની મિશ્રાએ પઠાણ ગેંગ ઉપર લવ જેહાદનો ગંભીર આરોપ લગાવતા સમગ્ર યુનિવર્સિટીમાં હડકંપ મચી જવા પામ્યો હતો ઉપરાંત સલોની મિશ્રાના સમર્થન માટે યુનિવર્સિટીના અનય જુથો પણ આગળ આવ્યા હતા અને આ જૂથો દ્વારા યુનિ.ના સત્તાધિશોને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.
બે-ત્રણ દિવસથી તમામ મીડિયા જગતમાં પઠાણ ગ્રુપની બદનામી થઈ રહી છે. ત્યારે આજે યુનિવર્સિટીના જ વિદ્યાર્થી દ્વારા સલોની મિશ્રા અને શ્રેયા ગાંધીના ઈલેક્શન વખતના શ્રેયા અને સલોની બંને પઠાણ ગ્રુપના સભ્યો સાથે જોવા મળી હતી. આ બાબતે શ્રેયા અને સલોનીએ ફોટોઝ જૂના અને તમને બદનામ કરવા માટે વાઈરલ કરાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.