(એજન્સી) મુંબઇ, તા. ૨
ઇન્ડસ્ટ્રી ડોયન એએમ નાઇક અર્થતંત્ર અંગેની ચિંતા સાથે પબ્લિકમાં જઇને કહ્યું કે જો જીડીપી ૬.૫ ટકાએ પહોંચી જાય તો પણ આપણે ભાગ્યશાળી હોવાનું મહેસુસ કરવું જોઇએ અને એક ઉકેલ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાનની જેમ પ્રોજેક્ટને ઝડપી મંજૂરી આપવાની ભલામણ કરી છે. પદ્મભૂષણ પુરસ્કાર વિજેતાએ એવું પણ કહ્યું કે ડેટાની વિશ્વસનીયતા અંગે પરિસ્થિતિ પડકારજનક છે. તેમણે એવું પણ કહ્યું કે સત્તાવાર આંકડોઓ માનતી વખતે દરેકે પોતાના ચુકાદાનો ઉપયોગ કરવો પડશે. ચાલુ વર્ષે વૃદ્ધિ ૬.૫ ટકાથી વધુ થવાની નથી. હું એવું અનુભવું છું કે સરકાર ભલે ૭ ટકાથી વધુ વૃદ્ધિનો દાવો કરે પરંતુ જો આપણે ૬.૫ ટકા વૃદ્ધિ દર જાળવી રાખીશું તો પણ આપણે ભાગ્યશાળી હોઇશું. ગુરૂવારે એજીએમથી અલગ અન્જીનીયરિંગ જાયન્ટ એલ એન્ડ ટીના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેને પત્રકારોને જણાવ્યું હતું. માર્ચના ક્વાર્ટરમાં અર્થતંત્રનો વૃદ્ધિ દર ઘટીને ૫.૮ ટકાના પાંચ વર્ષન નીચલા સ્તરે પહોંચી ગયો છે અને અર્થશાસ્ત્રીઓના એક જૂથ દ્વારા સત્તાવાર વૃદ્ધિના આંકડાઓના મૂલ્યાંકનની પદ્ધતિ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે એલ એન્ડ ટીના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેને ઉપરોક્ત ટિપ્પણી કરી છે.