(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા. ર૭
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના લાલપુર ગામે રક્ષાબંધનના દિવસે બે સખ્શો ગામમાં બાઈક લઈ શંકાસ્પદ રીતે આંટાફેરા મારતા ગામમાં દુકાન ધરાવતા ડાહ્યાભાઈ ધીરાભાઈ ખાંટ દ્વારા બંને લુખ્ખા તત્ત્વોને અટકાવી અહીં કેમ આંટા ફેરા મારો છો કહેતા જ બંને સખ્શો ઉશ્કેરાઈ ગયા હતા અને ડાહ્યાભાઈને ફડકો ઝીંકી દીધો હતો અને એરગનમાંથી ફાયરિંગ કરતા ગામલોકો દોડી આવતા બંને સખ્શો બાઈક સાથે નાસી છૂટતા દુકાનદારે અને ગામલોકોએ પીછો કરી એક શખ્સને બાઈક સાથે ઝડપી પડ્યો હતો. એક શખ્શ ભાગી છૂટતા ઝડપી પાડેલ શખ્શ પાસેથી એરગન અને તીક્ષ્ણ છરો મળી આવતા ગામલોકોએ શખ્શને ઝાડ સાથે બાંધી દઈ માલપુર પોલીસને જાણ કરતા માલપુર પોલીસ અને સર્કલ પીઆઈ દરજી ઘટનાસ્થળે દોડી આવી દબોચી લીઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતીમાલપુર તાલુકાના અગ્રણી અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જશુભાઈ પટેલ પણ દોડી આવ્યા હતા અને ગામલોકોને હિમ્મત આપી હતી. માલપુર પોલીસે ડાહ્યાભાઈ ધીરાભાઈ ખાંટની ફરિયાદના આધારે નરેશ સોમા ખાંટ અને મનીષ વીરા ખાંટ (રહે, કાંજીયા વીરપુર જિ. મહીસાગર) વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ફરાર શખ્શને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.