લુણાવાડા, તા. ર૮
રાજ્ય ભરમાં ધોરણ ૧૦નું પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્ય ભરમાં સૌથી વધુ શિક્ષકો આપવાનું દમ ભરતા મહીસાગર જિલ્લામાં આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ૨૫ ટકા જેટલું પરિણામ ઓછું આવતા શિક્ષણ આલમમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે સતત સાતમાં વર્ષે જિલ્લાના ઝળહળતા પરિણામોમાં લુણાવાડાની આદર્શ વિદ્યાલય બાજી મારતા શાળાની વિદ્યાયાર્થીની દિશા પંડ્યા જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવી છે.
નોંધાયેલ વિદ્યાર્થી ૧૪૩૯૯ અને ૧૪૨૯૬એ પરીક્ષા આપી જેમાં છ૧માં ૩૯ વિદ્યાર્થી, છ૨માં ૨૦૯ વિદ્યાર્થી મ્૧માં ૬૦૩ વિદ્યાર્થી મ્૨માં ૧૪૩૨ વિદ્યાર્થી મળી જિલ્લાનું ૪૮.૮૫% પરિણામ આવેલું છે. જે ગત વર્ષ કરતા ૨૫.૭૩% ઓછું પરિણામ છે. ગત વર્ષે ૭૪.૫૮% પરિણામ આવ્યું હતું. જિલ્લાની ૨૩૭ શાળામાંથી ૧૩૮ શાળાઓનું ૫૦% કરતા નીચું પરિણામ છે. આ ઉપરાંત ૩૦%થી ઓછું પરિણામ આવેલ શાળાની સંખ્યા ગત વર્ષ કરતા બમણી જોવા મળતા શિક્ષણ જગતમાં ચિંતાનો વિષય બન્યો છે. ગત વર્ષે ૩૭ શાળાનું પરિણામ ૩૦% થી નીચુ પરિણામ છે. જિલ્લાના પરિણામમાં જોઈએ તો સૌથી ઓછું ખાનપુર કેન્દ્રનું ૨૧.૫૨% અને સૌથી વધુ થાણા સાવલી કેન્દ્રનું ૭૭.૨૯% આવ્યું છે.