મુંબઈ, તા.૧૧
મુંબઈના એલફિન્સ્ટન રેલવે સ્ટેશન ઉપર ૨૯મી સપ્ટેમ્બરના દિવસે બનેલી ઘટનામાં તપાસ સમિતિએ હવે રેલવે અધિકારીઓને ક્લીનચીટ આપી દીધી છે. આ પહેલા પણ એલફિનન્સ્ટન પરેલ બ્રિજ દુર્ઘટના માટે વરસાદને લઇને તારણ આપવામાં આવી રહ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, વરસાદના કારણે આ દુર્ઘટના બની હતી. બનાવમાં અનેક લોકોના મોત થઇ ગયા હતા. બનાવના અનેક કારણો વચ્ચે પુલના જુના અને સંકુચિત હોવાની બાબતને પણ જવાબદાર ગણવામાં આવી રહી હતી. ૨૯મી સપ્ટેમ્બરના દિવસે બનેલી ઘટનામાં કારણોની તપાસ કરવા એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ હવે રેલવે અધિકારીઓને ક્લીનચીટ આપી દીધી છે. ૪૫ વર્ષ જુના બ્રિજને વિસ્તૃત કરવાની માંગ ઘણા સમયથી થઇ રહી છે. બનાવમાં ૨૩થી વધુ લોકોના મોત થઇ ગયા હતા. આ મામલામાં તપાસ હજુ પણ ચાલી રહી છે.