(એજન્સી) તા.૨૮
આસામમાં ભાજપના સહયોગી પક્ષ આસામ ગણ પરિષદે યોગ ગુરુ બાબા રામદેવને માફી માગવા કહ્યું છે. જોકે મામલો એમ છે કે પતંજલિ કંપનીના મેનેજરે કહ્યું હતું કે રાજ્યના લોકો કેટલીક ખરાબ ટેવ ધરાવે છે અને પતંજલિ કંપની માનસિક રીતે સ્થિતિ સુધારશે. ન્યુયોર્ક ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં પતંજિલના આસામના પ્લાન્ટ મેનેજર એસબી સિંહે કહ્યું હતું કે આસામના નાગરિકો કેટલીક ખરાબ ટેવ ધરાવે છે જેમાં નોન વેજ આરોગવાનો સમાવેશ થાય છે. તેઓ રાષ્ટ્રનું યોગ્ય રીતે મનથી સન્માન નથી કરતા. સિંઘે કહ્યું હતું કે તેઓ વર્કશોપનું આયોજન કરશે અને સ્થાનિક લોકોને નૈતિક મૂલ્યો શીખવાડશે. જોકે આ મામલે આસામ ગણ પરિષદે તાત્કાલિક ધોરણે દખલ કરતાં સિંઘની ટિપ્પણી બકવાસ છે અને તેમણે માગણી કરી કે પતંજલિએ આ મામલે જાહેરમાં માફી માગવી પડશે. આ ખરેખર બકવાસ છે. અમારા રાજ્યમાં ક્યારેય આ પ્રકારનું વલણ ચલાવી નહીં લેવાય. તેઓ અમારા રાજ્યની સંસ્કૃતિ અને ઈતિહાસ વિશે જાણતા નથી. અમે પતંજલિને અપીલ કરીએ છીએ કે તે તેના પ્રતિનિધિઓને કહી દે કે તેઓ આ પ્રકારના કોઈપણ બેજવાબદાર નિવેદન કરતાં પહેલા યોગ્ય રીતે અભ્યાસ કરી લે કાં તેનો ઇતિહાસ જાણી લે. આસામ ગણ પરિષદના વરિષ્ઠ નેતા મનોજ સાઈકિયાએ કહ્યું કે પતંજલિએ આ મામલે તાત્કાલિક ધોરણે માફી માગવી જોઈએ. નોંધનીય છે કે અગાઉ પણ આસામમાં પતંજલિ વિરોધનો સામનો કરી ચૂકી છે.
માંસાહાર ખાવા અંગેની ટેવ પર ટિપ્પણી કરવા બદલ આસામ ગણ પરિષદે પતંજલિની ટીકા કરી, માફી માગવા કહ્યું

Recent Comments