અમદાવાદ, તા.૧૮
પાકિસ્તાન મરીન દ્વારા અવાર-નવાર ભારતીય માછીમારો અને બોટનું અપહરણ કરી જવામાં આવે છે ત્યારે દશેરાની પૂર્વે રાત્રિના સમયે જખો જળ સીમાં પાસે પાક મરીન દ્વારા ભારતીય ફિશીંગ બોટો ઉપર ફાયરીંગ કરીને ત્રણ બોટ સાથે ૧૮ માછીમારોનું અપહરણ કરી ગયા હતા. જો કે આ વેળાએ ભારતીય કોસ્ટગાર્ડની પેટ્રોલિંગ બોટ આવી જતાં બે બોટ અને ૯ ખલાસીઓને બચાવી લેવાયા હતા. જખો જળ સીમાએ મધરાત્રે પાક મરીને ભારતીય ફિશીંગ બોટો ઉપર ફાયરીંગ કરીને ૩ બોટ સાથે ૧૮ માછીમારોનું અપહરણ કરી ગયા હતા. રાત્રિના સમયે પાક મરીન દ્વારા ફાયરીંગ કરાતા ફિશીંગ કરતા માછીમારોમાં નાસભાગ મચી ગઈ હતી. દરમ્યાન ભારતીય કોસ્ટગાર્ડની પેટ્રોલિંગ બોટ આવી જતાં ર બોટ અને ૯ ખલાસીઓને બચાવી લીધા હતા. પાકિસ્તાન મરીને ચોખાની મામાસાહેબમાં (જી.જે.૧૦ એમએમ ૩૪૮૦) સફીશ અલ (જી.જે.૧૦ એમએમ ૧૭૬૧) અને (જી.જે.૧૦ એમએમ૩૨૫૦) નંબરની બોટ સાથે ૧૮ માછીમારોના અપહરણ કરી ગયેલ છે. અપહરણ થયેલ ત્રણેય બોટ ઓેખા બંદરની છે જખો જળ સીમાએ અવાર-નવાર પાક મરીન દ્વારા માછીમારોના અપહરણ કરવામાં આવે છે. દશેરાની પૂર્વે રાત્રિના માછીમારોના અપહરણથી સાગર ખેડઓમાં રોષ વ્યાપી ગયો છે.