ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ પણ પ્રસ્તુત તસવીરમાં દેખાતા પફીન પક્ષીને પાણીમાં માછલીઓનો જેકપોટ લાગ્યો છે. જો કે ઉપરવાળાએ પોતાના પર ભરોસો રાખીને લાલચ નહિ રાખવાની પણ તાકીદ કરી છે. પરંતુ લાલચુ મનુષ્યોની જેમ પફીન પણ પોતાની લાલચને રોકી શક્યું નથી અને મ્હોંમાં ન સમાય તેટલી માછલીઓનું ઝૂંડ પોતાની ચાંચમાં ઝડપીને બેસી ગયું ત્યારે શેતલેન્ડ ટાપુઓ પરની આબાદ તસવીર ફોટોેગ્રાફર દલિયા સ્ટૉકૌસ્કાસે ઝડપી લીધી હતી.