(એજન્સી) નવી દિલ્હી,તા.ર૧
ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષપદે મળેલી ઉચ્ચ કક્ષાની કેબિનેટની સમિતિએ પૂર આફતનો ભોગ બનેલા કર્ણાટક, ઓડિસા, હિમાચલ પ્રદેશ રાજ્યોને ૪૪૩ર કરોડની આર્થિક મદદ મંજૂર કરી હતી. જે ફંડ એનડીઆરએફના ભંડોળમાંથી અપાય છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યા મુજબ બેઠક પૂરગ્રસ્ત રાજ્યોને મદદ માટે વિચારણા કરવા મળી હતી. જેમાં દુષ્કાળ, ભૂસ્ખલન, બરફનું તોફાન, વાવાઝોડાથી થતાં નુકસાન સામેલ છે. ઉચ્ચ કક્ષાની સમિતિએ ત્રણ રાજ્યોને મદદ પેટે ૪૪૩ર.૧૦ કરોડ ફાળવ્યા હતા. જેમાં ૩૩૩૮.રર કરોડ ઓડિસા, (ફની વાવાઝોડા માટે) કર્ણાટકને રૂા. ૧,૦ર૯,૩૯ કરોડ તેમજ હિમાચલને ૬૪.૪૯ કરોડ ફાળવ્યા છે. કેન્દ્રએ ર૦૧૮-૧૯માં ૯૬પ૮ કરોડ ર૪ રાજ્યોને ફાળવ્યા હતા.