(એજન્સી) મુંબઈ, તા.૮
એવા સમાચાર આવ્યા હતા કે અભિનેત્રી માધુરી દીક્ષિત તેને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે પુણેથી લોકસભા ચૂંટણી લડી શકે છે. પરંતુ તેમના પ્રતિનિધિએ એવા તમામ દાવાઓ નકારી કાઢ્યા છે કે તે તમામ ખોટા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પુણે લોકસભા સીટ માટે માધુરીનું નામ પસંદ કરવામાં આવ્યું છે. પરંતુ માધુરીના પ્રવક્તાએ રિપોર્ટોથી ઈન્કાર કરી દીધો છે. પ્રવક્તાએ જણાવ્યું કે, આ સમાચાર ખોટા છે. માધુરી દીક્ષિત જેમણે ૧૯૮૪માં અબોધની સાથે બોલિવુડમાં આગમન કર્યું હતું. તેઓ ભારતીય મનોરંજન ઉદ્યોગનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગઈ છે અને તેમણે તેજાબ, રામ લખન, દિલ, બેટા, હમ આપ કે હે કોન જેવી ફિલ્મોમાં અદ્‌ભુત ભૂમિકા ભજવી પ્રશંસકોનું દિલ જીતી લીધું હતું. તેમણે અંજામ, શ્રીમતીદુંદ, પુકાર, દિલ તો પાગલ હે અને દેવદાસ, ગુલાબી ગેંગ જેવી અદ્‌ભુત ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમણે લગ્ન બાદ એક બ્રેક લીધો અને ર૦૦૭માં આજા નચલેની સાથે બોલિવુડમાં ફરી પદાર્પણ કર્યું હતું. હાલમાં તેઓ કલંક અને ટોટલ ધમાલમાં વ્યસ્ત છે.